વિજય@વિસનગર: ગંજબજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલનો દબદબો, આપ પાર્ટીની કારમી હાર
visnagar
મતગણતરીને અંતે ભાજપ સમર્થિત પેનલના તમામ 10 ઉમેદવારોની જીત થઈ છે. ખેડુત વિભાગની 16 માંથી 10 બેઠકો પર ચુંટણી યોજાઈ હતી. ભાજપ સમર્થિત પેનલ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જંગમાં ઉભા હતા

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગ

વિસનગર ગંજબજારની ચુંટણીનુ પરિણામ જાહેર થતાં ભાજપમાં જશ્ન જેવો માહોલ બન્યો છે. મતગણતરીને અંતે ભાજપ સમર્થિત પેનલના તમામ 10 ઉમેદવારોની જીત થઈ છે. ખેડુત વિભાગની 16 માંથી 10 બેઠકો પર ચુંટણી યોજાઈ હતી. ભાજપ સમર્થિત પેનલ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જંગમાં ઉભા હતા. જોકે ભાજપની રાજકીય કવાયતને અંતે AAP પાર્ટના તમામ ઉમેદવારોને પરાજય સ્વિકારવાની નોબત આવી છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

વિસનગર એપીએમસીની ચુંટણીમાં વેપારી વિભાગની 4 બેઠકો પર સિંગલ ફોર્મ ભરાતાં તમામ બેઠકો બિનહરીફ થઈ હતી. જોકે ખેડુત અને ખરીદવેચાણ વિભાગની 16 બેઠકો માંથી 10 બેઠકો વધુ ફોર્મ ભરાતા ચુંટણી યોજાઈ હતી. તેનું મતદાન ગત સોમવારે પૂર્ણ થયા બાદ આજે મતગણતરી થઈ હતી. મતદાન દરમ્યાન આમ આદમી પાર્ટીએ ભાજપ વિરૂધ્ધ ચુંટણીમાં ગોટાળો કર્યાનો આક્ષેપ પણ કર્યો  હતો. જોકે આ સિવાય મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. 

https://www.facebook.com/569491246812298/

વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણી બાદ આજે મતગતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના તમામ 10 ઉમેદવારોનો વિજય થયાનુ સામે આવ્યું છે. એપીએમસીની ચુંટણીમાં  846 મતદારો પૈકી 820 મતદારોએ મતદાન કર્યુ હતુ. જેની મત ગણતરીને અંતે ભાજપ સમર્થિત પેનલના તમામ 10 ઉમેદવારોની જીત થઈ છે. પરિણામને અંતે વિસનગર તાલુકા ભાજપમાં ખુશીનો માહોલ બન્યો છે.