હડકંપ@અમદાવાદઃ પોલીસ કંટ્રોલરૂમમાં 8 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીમાં હાહાકાર મચી જવા પામ્યો છે. શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કોરોના પોઝિટિવ પોલીસકર્મીઓની સારવાર માટે મહત્વની જાહેરાત કરી ત્યાં જ આઠ પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ આવતા ઉચ્ચ અધિકારીઓની ચિંતા વધી છે. એક જ શિફ્ટમાં આ પોલીસકર્મીઓ ફરજ બજાવતા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. અટલ સમાચાર આપના
 
હડકંપ@અમદાવાદઃ પોલીસ કંટ્રોલરૂમમાં 8 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીમાં હાહાકાર મચી જવા પામ્યો છે. શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કોરોના પોઝિટિવ પોલીસકર્મીઓની સારવાર માટે મહત્વની જાહેરાત કરી ત્યાં જ આઠ પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ આવતા ઉચ્ચ અધિકારીઓની ચિંતા વધી છે. એક જ શિફ્ટમાં આ પોલીસકર્મીઓ ફરજ બજાવતા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પોલીસકર્મીઓ સાથે કામ કરતા તમામ અધિકારીઓ અને પોલીસકર્મીઓમાં એક જ સવાલ છે કે કંટ્રોલરૂમમાં ડ્યુટી હોય તો કેવી રીતે આ પોલીસકર્મીઓ સંક્રમિત થયા હશે. તો બીજીતરફ અન્ય લોકોને પણ હવે ડર લાગવા લાગ્યો છે. જોકે હાલમાં આ તમામ પોલીસ કર્મીઓની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે. અને તેમના સંપર્કમાં આવેલ પોલીસ કર્મચારીઓની મેડિકલ તપાસ પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે રામોલ પોલીસસ્ટેશનમાં પણ પાંચ જેટલા પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં 245 જેટલા પોલીસ કર્મચારીઓની સારવાર કરીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે કોરોના પોઝિટિવ એવા 56 પોલીસ કર્મીઓની હાલમાં સારવાર ચાલી રહી છે. જેમાં 45 પોલીસ કર્મચારી અને 18 કર્મચારી અન્ય ફોર્સ સાથે જોડાયેલા છે. કોરોના પોઝિટિવ પોલીસ કર્મચારીને સારવાર લેવામાં કોઈ તકલીફ ના પડે તે માટે નરોડાની શેલબી હોસ્પિટલ ફાળવવામાં આવી છે. જ્યાં તમામ પોલીસ કર્મચારીઓની સારવાર કરવામાં આવશે.