હડકંપ@અમીરગઢ: ખેડૂત થવા નણંદને બનાવી દિકરી, તલાટી પાસે ખોટી નોંધ પડાવી ખાતેદાર બન્યા, FIR થઈ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી અમીરગઢ તાલુકામાં જમીન મેળવી મહિલાએ ખેડૂત ખાતેદાર થવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નણંદ અને ભાભીએ ભેગા મળી અમીરગઢથી વાયા દસક્રોઇ તાલુકામાં જમીન ખાતે કરી/કરાવી લેતાં મૂળ માલિકના પગ તળેથી જમીન ખસી ગઈ છે. મૂળ રાજસ્થાનની મહિલાએ પોતાની નણંદને ખેડૂત ખાતેદાર કરવા દત્તક પુત્રી બનાવી દીધી હતી. જેમાં અમીરગઢ
 
હડકંપ@અમીરગઢ: ખેડૂત થવા નણંદને બનાવી દિકરી, તલાટી પાસે ખોટી નોંધ પડાવી ખાતેદાર બન્યા, FIR થઈ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

અમીરગઢ તાલુકામાં જમીન મેળવી મહિલાએ ખેડૂત ખાતેદાર થવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નણંદ અને ભાભીએ ભેગા મળી અમીરગઢથી વાયા દસક્રોઇ તાલુકામાં જમીન ખાતે કરી/કરાવી લેતાં મૂળ માલિકના પગ તળેથી જમીન ખસી ગઈ છે. મૂળ રાજસ્થાનની મહિલાએ પોતાની નણંદને ખેડૂત ખાતેદાર કરવા દત્તક પુત્રી બનાવી દીધી હતી. જેમાં અમીરગઢ તાલુકાના ગામની જમીનમાં તલાટી પાસે ખોટી નોંધ પડાવી છેવટે અમદાવાદ જિલ્લામાં આવેલી ભાગીદારીની જમીન પડાવી લીધી છે. જમીનના ભાગીદારને ખબર પડતાં ખુદ પોતાની કાકીએ તેની ભાભી સાથે મળી જમીન ખાતે કર્યાનું સામે આવ્યું હતું. આથી સુરતના વેપારીએ ખોટું રેકર્ડ બનાવી જમીન કબજે કરનાર નણંદ અને તેની ભાભી વિરુદ્ધ અમીરગઢ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હડકંપ@અમીરગઢ: ખેડૂત થવા નણંદને બનાવી દિકરી, તલાટી પાસે ખોટી નોંધ પડાવી ખાતેદાર બન્યા, FIR થઈ
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ગામે સંબંધ અને વયમાં ફેરફાર કરી ખેડૂત ખાતેદાર થવાનો રસપ્રદ ઘટનાક્રમ સામે આવ્યો છે. 2 મહિલાએ પોતાના સામાજિક સંબંધને કાગળ ઉપર અલગ બતાવી જમીનમાં નોંધ પડાવી હતી. આ રીતે ખેડૂત ખાતેદાર બનેલી મહિલાએ પોતાના પતિ અને ભત્રીજાની ભાગીદારી વાળી જમીન પોતાના નામે ચડાવી દીધી હતી. સુરતમાં કાપડનો વેપાર કરતાં ભત્રીજાને ખબર હતી કે, કાકી તો ખેડૂત નથી તો પછી જમીન નામે કેમ કરી? આ બાબતે તપાસ કરતાં તેનું પગેરું છેક અમીરગઢ તાલુકામાં હોવાનું ધ્યાને આવ્યું હતું. અમીરગઢ તાલુકાના ઝાંઝરવા ગામે મૂળ રાજસ્થાનની ભાભીએ પોતાની નણંદને ખેડૂત બનાવવા દત્તક પુત્રી બનાવી દીધી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હડકંપ@અમીરગઢ: ખેડૂત થવા નણંદને બનાવી દિકરી, તલાટી પાસે ખોટી નોંધ પડાવી ખાતેદાર બન્યા, FIR થઈ
file photo

સઘળી વિગતો મુજબ સુરત ખાતે ભાગીદારીમાં કાપડનો વેપાર કરતાં સંજય પોદ્દાર નામના વેપારીએ પોતાની કાકી અને કાકીની ભાભી વિરુદ્ધ અમીરગઢ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. જેમાં તેના કાકા વિમલ ટોરમલ પોદારના લગ્ન સુમેરપુર રાજસ્થાન મુકામે ઉષાબેન પોદ્દાર સાથે થયેલા હતા. આ ઉષાબેનના ભાઇ સુરેશચંદ્ર ગોયલ (રહે.જોધપુર)ની પત્ની સુમિત્રાબેન આ ઉષાબેનને ભાભી થાય છે. હવે ગામ લીલાપુર તા.દસક્રોઈ, જી.અમદાવાદ મુકામે આવેલી જમીનમાં સંજય પોદ્દાર અને તેના કાકાનો દિકરો ભાઇ અનંત વિમલ પોદાર (રહે.સુરત) તેમ પ્રમોદ રામાવતાર પોદ્દાર (રહે.અમદાવાદ) ભાગીદાર હતા. જોકે ભાઇ અનંતે બીજા ભાગીદાર પ્રમોદ રામાવતાર સાથે મળી જમીન બારોબાર ઉષાબેનના નામે વેચાણ દસ્તાવેજ કરી દીધી હતી. આ ઉષાબેન ખેડૂત ન હોવા છતાં ખેડૂત તરીકે વેચાણથી રાખેલી હોવાની સંજય પોદ્દારને થતાં તપાસ કરી હતી. જેમાં ગામ. ઝાંઝરવા તા.અમીરગઢ રેવન્યુ સર્વે નં.5 પૈકી 6 વાળી જમીનમાં ઉષાબેન ખેડૂત ખાતેદાર હોવાનું ધ્યાને આવ્યું હતું. આ જમીનના સર્ટીફાઇડ ઉતારા સંજય પોદ્દારે મેળવતાં સરકારી રેકર્ડમાં ખોટી નોંધ પડી હોવાની શંકા ગઇ હતી. જેની ઝીણવટભરી તપાસ કરતાં ભાગીદાર અનંત વિમલ પોદ્દારના માતા ઉષાબેનને ખોટા ખાતેદાર બનાવવાના હેતુથી ભાભી સુમિત્રાબેને ખોટું પેઢીનામું બનાવ્યું હોવાનું પકડાયું હતું. નણંદ ઉષાબેનનુ જન્મ વર્ષ 1965 પ્રમાણે 38 વર્ષ થતી હોવા છતાં 32 વર્ષની બતાવી સુમિત્રાબેને પોતાની નણંદ ઉષાબેનને પુત્રી તરીકે દર્શાવી હતી. ખોટું રેકર્ડ રજુ કરી ઝાંઝરવા તલાટી પાસે ખોટી નોંધો ૫ડાવી નણંદને ખોટા ખેડૂત બનાવ્યા હોવાની ફરિયાદ દાખલ કરાવી છે.

સમગ્ર મામલે વેપારી સંજય પોદ્દારે પોતાના કાકી ઉષાબેન અને સુમિત્રાબેન વિરુદ્ધ અમીરગઢ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે બંને મહિલા સામે આઇપીસી 465, 467, 470, 471 અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.