હડકંપ@બેચરાજી: ગામમાં પીવાનું પાણી ગટર સાથે મિશ્ર થતાં રોગચાળો ફાટશે: ધારાસભ્યની રજૂઆત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના મહામારી અને વરસાદી વાતાવરણ વચ્ચે બેચરાજીથી આરોગ્ય લગત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બેચરાજીના અમુક વિસ્તારોમાં છેલ્લાં કેટલાક મહિનાઓથી પીવાનું પાણી ગટરના પાણી સાથે મિશ્ર થઇને આવતું હોવાનું સામે આવ્યુ છે. જેને લઇ હવે ખુદ ધારાસભ્ય મેદાને પડ્યા હોઇ તેઓએ કલેક્ટર સહિતનાને પત્ર લખી ઘટતું કરવા માંગ કરી છે.
 
હડકંપ@બેચરાજી: ગામમાં પીવાનું પાણી ગટર સાથે મિશ્ર થતાં રોગચાળો ફાટશે: ધારાસભ્યની રજૂઆત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના મહામારી અને વરસાદી વાતાવરણ વચ્ચે બેચરાજીથી આરોગ્ય લગત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બેચરાજીના અમુક વિસ્તારોમાં છેલ્લાં કેટલાક મહિનાઓથી પીવાનું પાણી ગટરના પાણી સાથે મિશ્ર થઇને આવતું હોવાનું સામે આવ્યુ છે. જેને લઇ હવે ખુદ ધારાસભ્ય મેદાને પડ્યા હોઇ તેઓએ કલેક્ટર સહિતનાને પત્ર લખી ઘટતું કરવા માંગ કરી છે. આ સાથે પીવાનું પાણી દુષિત આવતું હોઇ રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ વ્યક્ત કરી છે. જોકે ધારાસભ્યના પીવાના દુષિત પાણીને લઇ કરેલા આક્ષેપોને કારણે ગ્રામ પંચાયતના વહીવટ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજીમાં પીવાનું પાણી ગંદુ આવતું હોવાનું સામે આવ્યુ છે. વિગતો મુજબ બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે કલેક્ટરને પત્ર લખી આ મામલે રજૂઆત કરી છે. જેમાં બેચરાજીના કેટલાક વિસ્તારોમાં ચારેક મહિનાથી પીવાનું પાણી દુષિત આવતું હોવાની રજૂઆત કરી છે. આ સાથે ગટરનું પાણી પીવાના પાણી સાથે મિશ્ર થઇને આવતાં રોગચાળાની ભીતિ સેવાઇ હોઇ તાત્કાલિક અસરથી યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બેચરાજીમાં પીવાના દુષિત પાણીની સમસ્યાને લઇ હવે ખુદ ધારાસભ્ય મેદાને આવ્યા છે. પત્ર મુજબ બેચરાજીના સ્ટેશન રોડ, પંચાલવાસ, નીચલી બજાર, ઉપલી બજાર, દયાનંદ કોમ્પ્લેક્ષ, રામજી મંદીર, બહુચર સોસાયટી, હરગોવનપુરા, ઠક્કરના ડેલા સહિતના વિસ્તારોમાં છેલ્લા ચારેક મહિનાથી પિવાનું પાણી ગંદુ આવતું હોવાની રજૂઆત કરી છે. આ સાથે ધારાસભ્યે કલેક્ટર, DDO, કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠા, CDHO અને બેચરાજી TDOને લખેલા પત્રમાં તાત્કાલિક ધોરણે સંબંધિત અધિકારીઓને સુચના આપી દરેક વિસ્તારની રૂબરૂ મુલાકાત કરી સ્વચ્છ પિવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.