હડકંપ@દાંતીવાડા: ચાલકને બંધક બનાવ્યાનો ફોન આવ્યો, તપાસમાં ટ્રકમાંથી મળી 14 ભેંસો

અટલ સમાચાર, દાંતીવાડા દાંતીવાડા પોલીસે ગઇકાલે મોડીરાત્રે 14 ભેંસો ખીચોખીચ ભરેલું એક આઇસર ઝડપી પાડ્યુ છે. પોલીસને વર્ધી મળી હતી કે ચિત્રાસણી હાઇવે પર એક આઇસર ચાલકને કેટલાક લોકોએ બંધક બનાવી બે લાખની માંગણી કરેલ છે. જે આધારે ચિત્રાસણીથી ડીસા જવાના રોડ ઉપર પોલીસ તપાસમા રહેવા સુચના મળી હતી. આ દરમ્યાન દાંતીવાડા પોલીસ ભાખર મોટી
 
હડકંપ@દાંતીવાડા: ચાલકને બંધક બનાવ્યાનો ફોન આવ્યો, તપાસમાં ટ્રકમાંથી મળી 14 ભેંસો

અટલ સમાચાર, દાંતીવાડા

દાંતીવાડા પોલીસે ગઇકાલે મોડીરાત્રે 14 ભેંસો ખીચોખીચ ભરેલું એક આઇસર ઝડપી પાડ્યુ છે. પોલીસને વર્ધી મળી હતી કે ચિત્રાસણી હાઇવે પર એક આઇસર ચાલકને કેટલાક લોકોએ બંધક બનાવી બે લાખની માંગણી કરેલ છે. જે આધારે ચિત્રાસણીથી ડીસા જવાના રોડ ઉપર પોલીસ તપાસમા રહેવા સુચના મળી હતી. આ દરમ્યાન દાંતીવાડા પોલીસ ભાખર મોટી બસ સ્ટેન્ડ પાસે આ આઇસર મળી આવતાં પંચો રૂબરૂ ચેક કરતાં અંદરથી 14 ભેંસો એકદમ ખીચોખીચ ભરેલી હોઇ અને ઘાસચારા કે પાણીની વ્યવસ્થા પણ ન હોવાનું ખુલ્યું હતુ. જે આધારે પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાની દાંતીવાડા પોલીસે ગઇકાલે મોડી રાત્રે મોટી કાર્યવાહી કરી છે. પોલીસને કંટ્રોલરૂમથી વર્ધી મળેલ કે, પાલનપુરના ચિત્રાસણી હાઇવે ઉપર એક આઇસર ટ્રકના ચાલકને કોઇ અજાણ્યા ઇસમોએ બંધક બનાવી 2 લાખની માંગણી કરેલ છે. જેને લઇ ચિત્રાસણીથી ડીસા તરફ જતાં હાઇવે પર તપાસ દરમ્યાન દાંતીવાડા પોલીસે ભાખર મોટી બસ સ્ટેન્ડ પાસેથી આઇસર ઝડપી પાડ્યું હતુ. જોકે અંદર કોઇ ઇસમ જોવા નહીં મળતાં આસપાસથી પંચો બોલાવી ચેક કરતાં પોલીસ ચોંકી ઉઠી હતી.

હડકંપ@દાંતીવાડા: ચાલકને બંધક બનાવ્યાનો ફોન આવ્યો, તપાસમાં ટ્રકમાંથી મળી 14 ભેંસો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગઇકાલે રાત્રે આઇસર ચાલકને બંધક બનાવ્યો હોવાના ફોન બાદ દાંતીવાડા પોલીસે તપાસ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કન્ટ્રોલરૂમમાંથી જે આઇસરની વર્ધી મળી હતી તે જ આઇસરમાંથી 14 ભેંસો દયનિય સ્થિતિમાં મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે હજી સુધી આઇસર ચાલક પણ મળી આવ્યો ન હોઇ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે આઇસરમાંથી ભેંસો નંગ-13 કિ.રૂ.4,55,000, પાડો નંગ-1 કિ.રૂ. 15,000 અને આઇસરની કિ.રૂ.4,00,000 મળી કુલ કિ.રૂ.8,70,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે અજાણ્યા ઇસમ સામે પશુઓ પ્રત્યેનો ઘાતીયપણુ અટકાવવાનો અધિનિયમની કલમ 11(1)(d), 11(1)e, 11(1)(f), 11(1)(h) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આઇસર ચાલક ક્યાં ?

ગઇકાલે રાત્રે કંટ્રોલરૂમમાં આઇસર ચાલકને બંધક બનાવી બે લાખની ખંડણી માંગી હોવાનો ફોન આવ્યા બાદ દાંતીવાડા પોલીસને તપાસમાં રહેતાં જાણ કરાઇ હતી. જોકે દાંતીવાડા પોલીસને ભાખર મોટી ગામેથી વર્ધી વાળું જ આઇસર બિનવારસી હાલતમાં મળી આવતાં અનેક ચર્ચાઓને સ્થાન મળ્યું છે. આ તરફ પોલીસે આઇસરમાંથી ખીચોખીચ અને દયનિય હાલતમાં ભરેલી 14 ભેંસો ઝડપી પાડતાં હાલ સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે આઇસરનો ચાલક ક્યાં ?