હડકંપ@માલપુર: શિક્ષિકાની ભરતીમાં કથિત વાયરલ ઓડિયો બાદ આચાર્યને સસ્પેન્ડ કરાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે તાજેતરમાં અરવલ્લી જિલ્લામાં શિક્ષિકા અને પ્રિન્સિપાલ વચ્ચે ભરતી પ્રકરણમાં રૂપિયાની લેતી-દેતી બાબતે ઓડિયો વાયરલ થયો હતો. જે બાદમાં જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસ હાથ ધરી હોઇ મંડળને નોટિસ ફટકારીને ખુલાસો પુછ્યો હતો. જે બાદમાં હવે માલપુરના સાતરડા સ્કૂલના પ્રિન્સિપાલને મંડળે સસ્પેન્ડ કર્યો હોવાનું સામે આવતાં હડકંપ મચી ગયો છે.
 
હડકંપ@માલપુર: શિક્ષિકાની ભરતીમાં કથિત વાયરલ ઓડિયો બાદ આચાર્યને સસ્પેન્ડ કરાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે તાજેતરમાં અરવલ્લી જિલ્લામાં શિક્ષિકા અને પ્રિન્સિપાલ વચ્ચે ભરતી પ્રકરણમાં રૂપિયાની લેતી-દેતી બાબતે ઓડિયો વાયરલ થયો હતો. જે બાદમાં જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસ હાથ ધરી હોઇ મંડળને નોટિસ ફટકારીને ખુલાસો પુછ્યો હતો. જે બાદમાં હવે માલપુરના સાતરડા સ્કૂલના પ્રિન્સિપાલને મંડળે સસ્પેન્ડ કર્યો હોવાનું સામે આવતાં હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના માલપુરના સાતરડા કેળવણી મંડળ સંચાલિત રાધાકૃષ્ણ વિદ્યામંદિરમાં શિક્ષિકાની ભરતી પ્રકરણ અંગે પાંચ લાખની લેતી-દેતીનો પ્રિન્સિપાલ અને ઉમેદવાર વચ્ચે થયેલી વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થયો હતો. જે બાદમાં શિક્ષણ જગત સહિત સમગ્ર જીલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. આ તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ કર્યા બાદ કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે મહિલા ઉમેદવાર પાસે દોઢ લાખની માગણી કરતો કથિત ઓડિયો વાયરલ થતાં શિક્ષણ વિભાગ દ્વારા ઊંડી તપાસ હાથ ધરાઈ હતી. જેમાં સ્કૂલના પ્રિન્સિપાલે મહિલા ઉમેદવાર સાથે વાતચીત થઈ હોવાનું બહાર આવતાં મોટી કાર્યવાહી હાથ ધરાઇ છે. જોકે સમગ્ર મામલે જીલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેનનો સંપર્ક થઇ શક્યો ન હતો.