હડકંપ@મેઘરજ: પીએસઆઈએ દારૂ પી એક્સિડન્ટ કર્યોં, સસ્પેન્ડ સાથે 2 ફરિયાદ દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મેઘરજ મેઘરજ પંથકના ઇસરી પોલીસ મથકના PSI સામે તેમના પોલીસ સ્ટેશનમાં બે ફરીયાદ નોંધાયા બાદ મોટી કાર્યવાહી સામે આવી છે. અરવલ્લી એસપી સંજય ખરાતે PSIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેતાં હડકંપ મચી ગયો છે. ગઇકાલે તેઓએ દારૂ પીને ડ્રાઇવર પાસેથી નવી સરકારી ગાડીની ચાવી બળજબરીથી લઇને બેફામ ડ્રાઇવિંગ કર્યુ હતુ. આ
 
હડકંપ@મેઘરજ: પીએસઆઈએ દારૂ પી એક્સિડન્ટ કર્યોં, સસ્પેન્ડ સાથે 2 ફરિયાદ દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મેઘરજ

મેઘરજ પંથકના ઇસરી પોલીસ મથકના PSI સામે તેમના પોલીસ સ્ટેશનમાં બે ફરીયાદ નોંધાયા બાદ મોટી કાર્યવાહી સામે આવી છે. અરવલ્લી એસપી સંજય ખરાતે PSIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેતાં હડકંપ મચી ગયો છે. ગઇકાલે તેઓએ દારૂ પીને ડ્રાઇવર પાસેથી નવી સરકારી ગાડીની ચાવી બળજબરીથી લઇને બેફામ ડ્રાઇવિંગ કર્યુ હતુ. આ સાથે બેદરકારીથી અન્યની જીંદગી જોખમાય તેવું ડ્રાઇવિંગ કર્યા બાદ નવી નક્કોર બોલેરોને ઇલેક્ટ્રીક થાંભલા સાથે અથડાવી બમ્પરના ભાગે તથા પાછળના ભાગે નુકશાન કર્યુ હતુ. જે બાદમાં PSO ઓફીસમાં લથડીયા ખાતા મળી આવતાં મેઘરજના ઇન્ચાર્જ PI એ પણ ફરીયાદ નોંધાવી છે. આમ PSI સામે પોતાના પોલીસ મથકે પોતાની જ સામે 2 ફરીયાદ નોંધાતાં પોલીસબેડામાં હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ઇસરી પોલીસ સ્ટેશનના PSI નો દારૂ પીને સરકારી વાહન ચલાવતો વીડિયો વાયરલ થયા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગઇકાલે બપોરના સમયે PSI બી.એલ.રોહિતે કેફી પીણું પીને ડ્રાઇવર ભાવિક પંચાલ પાસે સરકારી વાહન બોલેરોની ચાવી જબરજસ્તી માંગી લઇ બેદરકારીથી ગાડી ચલાવી હતી. જ્યાં દારૂના નશામાં બોલેરો ચલાવી PSIએ સરકારી વાહનને ઇલેક્ટ્રીક થાંભલા સાથે અથડાવી બમ્પરના ભાગે અને પાછળના ભાગે નુકશાન કર્યુ હતુ. જેને લઇ ડ્રાઇવર ભાવિક પંચાલે આઇપીસી કલમ 279, મોટર વાહન અધિનિયમની કલમ 185 અને પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ 3(2)(E) મુજબ ગુનો નોંધાવ્યો છે.

હડકંપ@મેઘરજ: પીએસઆઈએ દારૂ પી એક્સિડન્ટ કર્યોં, સસ્પેન્ડ સાથે 2 ફરિયાદ દાખલ
File Photo

આ તરફ મેઘરજ પોલીસ મથકના ઇન્ચાર્જ PI એમ.ડી.પંચાલને જાણ થતાં ઇસરી પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં PSI બી.એલ.રોહિત ગેરકાયદેસર અને વગર પાસ પરમીટ દારૂ પીધેલી હાલતમાં PSI ચેમ્બરમાં લથડીયા ખાતા મળી આવ્યા હતા. જેથી ઇન્ચાર્જ PI પંચાલે પણ PSI સામે પ્રોહિ એક્ટની કલમ 85(1)(3), 66(1)(B) મુજબ ગુનો દાખલ કરાવતાં હડકંપ મચી ગયો છે. ઇસર પોલીસ સ્ટેશનના PSI બી.એલ.રોહિત વિરૂધ્ધ તેમના જ પોલીસ સ્ટેશનના એકસાથે 2 ફરીયાદ નોંધાઇ હતી. જે બાદમાં આજે અરવલ્લી SP સંજય ખરાતે તાત્કાલિક અસરથી PSI બી.એલ.રોહિતને સસ્પેન્ડ કરી દીધા છે.