હડકંપ@મહેસાણા: સતત બીજા દિવસે કોરોના વિસ્ફોટ, 37 કેસ સામે 14 સાજા થયાં

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે મહેસાણા જીલ્લામાં સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જીલ્લામાં એકસાથે નવા 37 કેસ સાથે કોરોના વિસ્ફોટ થતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક નહિ પહેરવાને કારણે
 
હડકંપ@મહેસાણા: સતત બીજા દિવસે કોરોના વિસ્ફોટ, 37 કેસ સામે 14 સાજા થયાં

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે મહેસાણા જીલ્લામાં સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જીલ્લામાં એકસાથે નવા 37 કેસ સાથે કોરોના વિસ્ફોટ થતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક નહિ પહેરવાને કારણે કોરોનાને મોકળું મેદાન મળી રહ્યુ હોવાનું સ્પષ્ટ થયુ છે. આ તરફ જીલ્લામાં આજે 14 કોરોનાગ્રસ્ત દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે એકસાથે નવા 37 કેસ સાથે કોરોના વિસ્ફોટ થયો છે. આજે જીલ્લામાં શહેરી વિસ્તારોમાં 20 કેસ અને ગ્રામ્ય વિસ્તારોમાં 17 કેસ સામે આવ્યુ છે. આ તરફ આજે જીલ્લામાં અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલ 14 દર્દી સારવાર દરમ્યાન સાજા થતાં તમામ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા જીલ્લામાં એકસાથે 9 અને મહેસાણા તાલુકાના અંબાસણ, હેડુવા, મુલસણ, રતનગઢ(લીંચ) અને પાંચોટમાં 1-1 કેસ અને પાલાવાસણા(ONGC)માં 2 કેસ સામે આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટ ક્યાંકને ક્યાંક ઘાતક બનતી હોય તેમ દરરોજ નવા દર્દીઓનો ઉમેરો થઇ રહ્યો છે. આ તરફ આજે ઊંઝા શહેરમાં 5, કડી શહેરમાં 2, વિજાપુર શહેરમાં 1 અને વિસનગર શહેરમાં 2 કેસ સામે આવ્યા છે. આ સાથે કડી તાલુકાના સાદરામાં 1, વિજાપુર તાલુકાના લાડોલમાં 3, ગોવિંદપુરા જુથ અને ફતેપુરા (પિલવાઇ)માં 1-1 કેસ નોંધાયો છે. વિસનગર તાલુકાના કાંસા ગામે 1, વડનગર તાલુકાના છાબલિયામાં 1, બેચરાજી તાલુકાના કાલરી અને જોટાણા તાલુકાના મેમદપુરામાં પણ 1 કેસ સામે આવ્યો છે.