હડકંપ@મહેસાણા: ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના બેકાબૂ, આજે નવા 30 દર્દીનો ઉમેરો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર જઇ રહ્યુ હોય તેમ છેલ્લા કેટલાક દિવસો બાદ ફરી કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. મહેસાણા જીલ્લામાં આજે સાંજના સમયે એકસાથે 30 લોકો કોરોના પોઝિટીવ જાહેર થયા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ 17 અને શહેરી વિસ્તારમાં 13 કેસ સામે આવ્યા છે. આ તરફ જીલ્લામાં આજે કોરોનાના
 
હડકંપ@મહેસાણા: ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના બેકાબૂ, આજે નવા 30 દર્દીનો ઉમેરો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર જઇ રહ્યુ હોય તેમ છેલ્લા કેટલાક દિવસો બાદ ફરી કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. મહેસાણા જીલ્લામાં આજે સાંજના સમયે એકસાથે 30 લોકો કોરોના પોઝિટીવ જાહેર થયા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ 17 અને શહેરી વિસ્તારમાં 13 કેસ સામે આવ્યા છે. આ તરફ જીલ્લામાં આજે કોરોનાના 8 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે એકસાથે કોરોનાના નવા 30 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. અનલોકમાં મળેલી છૂટછાટોને કારણે આવન-જાવન બેફામ બનતાં અને ખાસ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહિ કરવાને કારણે સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ છે. જીલ્લામાં આજે નવા 8 દર્દીઓ સારવાર દરમ્યાન કોરોના સામેની જંગ જીતી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે જીલ્લામાં સૌથી વધુ કેસો ગ્રામ્ય પંથકમાં આવતાં હવે ગામડાઓમાં સંક્રમણ કાબૂ બહાર જઇ રહ્યુ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે મહેસાણામાં એકસાથે કોરોનાના 30 દર્દીઓ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે મહેસાણા શહેરમાં 4, મહેસાણા તાલુકામાં 1, ઊંઝા શહેરમાં 2 અને ઊંઝા તાલુકામાં 4, વિજાપુર શહેરમાં 1, વિજાપુર તાલુકામાં 2, વિસનગર શહેરમાં 5, વિસનગર તાલુકામાં 1, કડી શહેરમાં 1 અને કડી તાલુકામાં 5 અને બેચરાજી તાલુકામાં 4 મળી નવા 30 દર્દીઓનો ઉમેરો થયો છે. આ તરફ હાલની સ્થિતિએ જીલ્લામાં કોરોનાના કુલ 380 કેસ એક્ટિવ છે.