હડકંપ@મહેસાણા: આજે એકસાથે નવા 39 કેસ, 31 દર્દી સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે આજે મહેસાણા જીલ્લામાં નવા 39 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી ગઇ છે. આ તરફ આજે જીલ્લામાં નવા 31 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે નોંધાયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા અને સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશન કરવા સહિતની કવાયત આરોગ્ય તંત્ર દ્રારા હાથ
 
હડકંપ@મહેસાણા: આજે એકસાથે નવા 39 કેસ, 31 દર્દી સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે આજે મહેસાણા જીલ્લામાં નવા 39 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી ગઇ છે. આ તરફ આજે જીલ્લામાં નવા 31 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે નોંધાયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા અને સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશન કરવા સહિતની કવાયત આરોગ્ય તંત્ર દ્રારા હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ આજે નવા 39 દર્દી ઉમેરાયા છે. આ તરફ આજે નવા 31 દર્દી કોરોના સામેથી લડાઇમાં જીતી જતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જીલ્લામાં આજે સૌથી વધુ કેસ ગ્રામ્ય વિસ્તારમાં 21 અને શહેરી વિસ્તારમાં 18 કેસ નોંધાયા છે. આજે મહેસાણા શહેરમાં નવા 5 કેસ, ઊંઝા શહેરમાં 10 કેસ, કડી શહેરમાં 1 અને વિસનગર શહેરમાં 2 કેસ નોંધાયા છે.

હડકંપ@મહેસાણા: આજે એકસાથે નવા 39 કેસ, 31 દર્દી સાજા થતાં રજા અપાઇ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે મહેસાણામાં એકસાથે નવા 39 કેસ નોંધાતાં હડકંપ મચી ગયો છે. આજે મહેસાણા તાલુકાના રામોસણા(OG)માં 1, ઊંઝા તાલુકાના કહોડામાં એકસાથે 6, ઐઠોરમાં 2, જગન્નાથપુરા, રણછોડપુરા, વરવાડા, મક્તુપુરમાં ‌1-1, કડી તાલુકાના નાનીકડીમાં 1, ખેરાલુના ઉણાદમાં 1, જોટાણામાં 1, વિજાપુરના ધનપુરામાં 1, વિસનગર તાલુકા ગોઠવા, કડા, ઉમતા અને વિક્રમ સિનેમા પાસે 1-1 મળી જીલ્લામાં નવા કેસ નોંધાયા છે.