હડકંપ@મોડાસા: કર્મચારીએ મફત અનાજ લીધું તો કાર્યવાહીનો પરિપત્ર

અટલ સમાચાર, મોડાસા કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતમાં રાજ્ય સરકારે તમામ લોકોને મફત સરકારી અનાજ આપવાની જાહેરાત કરી હતી. જેમાં નોન એનએફએસએ કાર્ડધારકોને પણ મફત સરકારી અનાજનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જોકે હવે અરવલ્લી જીલ્લા પુરવઠા અધિકારીએ પરિપત્ર કરી સરકારી કર્મચારીઓ જો નોન એનએફએસએ હેઠળ સરકારી અનાજનો લાભ લેશે તો તેમની સામે ખાતાકીય તપાસ કરવામાં
 
હડકંપ@મોડાસા: કર્મચારીએ મફત અનાજ લીધું તો કાર્યવાહીનો પરિપત્ર

અટલ સમાચાર, મોડાસા

કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતમાં રાજ્ય સરકારે તમામ લોકોને મફત સરકારી અનાજ આપવાની જાહેરાત કરી હતી. જેમાં નોન એનએફએસએ કાર્ડધારકોને પણ મફત સરકારી અનાજનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જોકે હવે અરવલ્લી જીલ્લા પુરવઠા અધિકારીએ પરિપત્ર કરી સરકારી કર્મચારીઓ જો નોન એનએફએસએ હેઠળ સરકારી અનાજનો લાભ લેશે તો તેમની સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે તેમ જણાવતા હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હડકંપ@મોડાસા: કર્મચારીએ મફત અનાજ લીધું તો કાર્યવાહીનો પરિપત્ર

અરવલ્લી જીલ્લા પુરવઠા અધિકારીએ સરકારી નોકરી કરતા કર્મચારીઓ નોન NFSA કાર્ડધારકોએ અનાજનો જથ્થો લીધો તો ખાતાકીય તપાસ થશે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે નો પરિપત્ર કર્યો છે. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં નોન-એનએફએસએ APL-1 કાર્ડધારકોમાંથી જરૂરીયાતવાળા લોકો જ અનાજ મેળવે. જ્યારે સરકારી નોકરી કરતા હોય તેવા કર્મચારીઓ નોન-એનએફએસએ APL-1 કાર્ડ ધરાવતો હોવા છતાં વિનામૂલ્ય અનાજનો લાભ ન લે તે ઇચ્છનીય છે. પરંતુ ભવિષ્યમાં પત્રકોની તપાસ કરતા માલુમ પડશે કે કોઇ કર્મચારીએ વિના મૂલ્ય અનાજનો ઉપાડ કરેલ છે તો તેની વિરૂધ્ધ ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે.

હડકંપ@મોડાસા: કર્મચારીએ મફત અનાજ લીધું તો કાર્યવાહીનો પરિપત્ર

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્રારા નોન-એનએફએસએ APL-1 કાર્ડધારકોને વિના મૂલ્યે રાશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ કપરી સમસ્યામાં રાશન વગર લોકોને હાલાકી અને હાડમારીનો સામનો ના કરવો પડે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારી આ પરીપત્રનો ઉલ્લઘંન કરશે તો કચેરીના વડાએ કર્મચારી વિરુદ્ધ વિરૂધ્ધ કાર્યવાહી કરવાની રહેશે તેમ પરિપત્રમાં જણાવ્યું છે.