હડકંપ@ઉ.ગુ: મહેસાણામાં એકસાથે નવા 86 કેસ સામે 19 ડીસ્ચાર્જ, બનાસકાંઠામાં 46 દર્દી ખુલ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા જીલ્લામાં આજે ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો હોય તેમ 86 કેસ નોંધાયા છે. મહેસાણા જીલ્લામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઇ આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દ્રારા લોકોને ફરજીયાત માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી રહી છે. આજે મહેસાણા જીલ્લાના શહેરી વિસ્તારમાં 39 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 47 કેસ નોંધાતાં
 
હડકંપ@ઉ.ગુ: મહેસાણામાં એકસાથે નવા 86 કેસ સામે 19 ડીસ્ચાર્જ, બનાસકાંઠામાં 46 દર્દી ખુલ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા જીલ્લામાં આજે ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો હોય તેમ 86 કેસ નોંધાયા છે. મહેસાણા જીલ્લામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઇ આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દ્રારા લોકોને ફરજીયાત માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી રહી છે. આજે મહેસાણા જીલ્લાના શહેરી વિસ્તારમાં 39 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 47 કેસ નોંધાતાં હડકંપ મચી ગયો છે. આ તરફ આજની સ્થિતિએ જીલ્લામાં હાલ કેસ 674 એક્ટિવ છે. આ તરફ આજે જીલ્લામાં નવા 19 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 86 કેસ નોંધાયા છે. આજે સૌથી વધુ કેસ મહેસાણા શહેરમાં એકસાથે 23 કેસ નોંધાયા છે. આ સાથે કડી શહેરમાં 6, ઊંઝા શહેરમાં 2 અને વડનગર, વિજાપુર અને ખેરાલુમાં 1-1 કેસ નોંધાયો છે. આ તરફ આજે મહેસાણા તાલુકાના અલોડા, પીલુદરા, તાવડીયા, બાલીયાસણ, નાગલપુર, કુકલ-લાખવડ, બોરીયાવીમાં 1-1, રામોસણા અને પાંચોટ માં 2-2 કેસ નોંધાયા છે.

હડકંપ@ઉ.ગુ: મહેસાણામાં એકસાથે નવા 86 કેસ સામે 19 ડીસ્ચાર્જ, બનાસકાંઠામાં 46 દર્દી ખુલ્યાં

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે વિસનગરના કંસારાકુઇ, સદુથલા, વડુ, કાંસા અને કાંસા એન.એ.માં 1-1 કેસ અને દેણપમાં 2 કેસ નોંધાયા છે. આ સાથે કડીના વામજમાં 3, કરણનગર, નાનીકડી, કુંડાળ, કમળાપુરામાં ‌1-1, ઊંઝાના ઉનાવમાં 3, વડનગરના ઊંઢાઇ, મઢાસણા, સુંઢીયા, ત્રાંસવાડમાં 1-1, વિજાપુરના મોરવાડ, મંડાલી(ખ), કોલવડા, કોટ અને રણસીપુરમાં 1-1 અને દગાવાડીયામાં 2, બેચરાજીમાં 2 અને જોટાણાના માંકણજ અને હરસુંડલમાં 1-1 કેસ મળી જીલ્લામાં નવા 86 કેસ નોંધાયા છે.

બનાસકાંઠા જીલ્લામાં આજે નવા 46 કેસ ખુલ્યાં

બનાસકાંઠા જીલ્લામાં આજે એકસાથે નવા 46 દર્દી સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે જીલ્લાના મુખ્યમથક પાલનપુરમાં નવા 24 કેસ, ડીસામાં 21 કેસ તેમજ વડગામમાં 1 કેસ નોંધાયો છે. આજે નોંધાયેલા કેસોને લઇ આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી દર્દીના એકદમ નજીક અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરી છે.