હડકંપ@પાલનપુર: મધરાત્રે લક્ઝરીમાંથી 26 લાખના એમડી ડ્રગ્સ સાથે 2 ઇસમ ઝડપાયાં

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર પાલનપુરમાં મધરાત્રે ખાનગી લક્ઝરીમાંથી SOGની ટીમે 26 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. વિગતો મુજબ બનાસકાંઠા SOGને ચોક્કસ બાતમી મળી હોઇ વિગતો આધારે હાઇવે પર વોચ ગોઠવી હતી. જ્યાં મધરાત્રે ખાનગી લક્ઝરીમાં અમદાવાદથી રાજસ્થાન મેફેડ્રોન ડ્રગ્સ લઇને જતાં 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. SOGએ 26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી
 
હડકંપ@પાલનપુર: મધરાત્રે લક્ઝરીમાંથી 26 લાખના એમડી ડ્રગ્સ સાથે 2 ઇસમ ઝડપાયાં

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુરમાં મધરાત્રે ખાનગી લક્ઝરીમાંથી SOGની ટીમે 26 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. વિગતો મુજબ બનાસકાંઠા SOGને ચોક્કસ બાતમી મળી હોઇ વિગતો આધારે હાઇવે પર વોચ ગોઠવી હતી. જ્યાં મધરાત્રે ખાનગી લક્ઝરીમાં અમદાવાદથી રાજસ્થાન મેફેડ્રોન ડ્રગ્સ લઇને જતાં 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. SOGએ 26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય એક ઇસમ મળી કુલ 3 આરોપી વિરૂધ્ધ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલે જીલ્લામાં નાર્કોટીક્સના ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ છે. જે અનુસંધાને SOG PI ડી.આર.ગઢવી, PSI એમ.કે.ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદથી ખાનગી લક્ઝરીમાં રાજસ્થાનના 2 ઇસમો મેફેડ્રોન ડ્રગ્સ લઇને જવાના છે. જેથી શહેરના એરોમા સર્કલ પર વોચ ગોઠવતાં ખાનગી લક્ઝરીને રોકી તલાશી લેતાં બે ઇસમો પાસેથી 26 લાખથી વધુનુ ડ્રગ્સ ઝડપાયુ હતુ.

હડકંપ@પાલનપુર: મધરાત્રે લક્ઝરીમાંથી 26 લાખના એમડી ડ્રગ્સ સાથે 2 ઇસમ ઝડપાયાં

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા SOGની ટીમે ચોક્કસ બાતમી આધારે કરેલી કાર્યવાહીમાં લાખોનું ડ્રગ્સ ઝડપાતાં હડકંપ મચી ગયો છે. SOGએ જોગારામ જાટ અને ગોરખારામ જાટ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ (એમ.ડી) 260 ગ્રામ કિ.રૂ.26,00,000 અને અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.26,33,320નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે દિનેશ બિશ્નોઇ નામના ઇસમની પણ સંડોવણી ખુલતાં તમામ સામે પાલનપુર પશ્વિમ પોલીસ મથકે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8(C), 21(c), 22(c), 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.