હડકંપ@પાલનપુર: જમીન ખાતે કરવા માતા અને બહેનનું નામ કાઢવાનો કારસો, સંપત્તિમાં સંબંધ ધ્વસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર પાલનપુરમાં પિતાની મિલ્કતમાં સગી બહેન અને માતાનો હક્ક કમી કરવા બે ભાઇઓએ કારસો રચ્યો હોવાનું ઘટના સામે આવતાં સંપત્તિમાં સંબંધ ધ્વસ્ત થયો હોવાની સ્થિતિ બની છે. ગત દિવસોએ ફરીયાદી મહિલાના પિતાના નિધન બાદ તેમને મામલતદાર કચેરીમાંથી વસિયતનામામાં સહી કરવાનો ફોન આવ્યો હતો. જ્યાં ફરીયાદીએ જોતાં પિતાની સહી અને વસિયતનામા વિશે
 
હડકંપ@પાલનપુર: જમીન ખાતે કરવા માતા અને બહેનનું નામ કાઢવાનો કારસો, સંપત્તિમાં સંબંધ ધ્વસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુરમાં પિતાની મિલ્કતમાં સગી બહેન અને માતાનો હક્ક કમી કરવા બે ભાઇઓએ કારસો રચ્યો હોવાનું ઘટના સામે આવતાં સંપત્તિમાં સંબંધ ધ્વસ્ત થયો હોવાની સ્થિતિ બની છે. ગત દિવસોએ ફરીયાદી મહિલાના પિતાના નિધન બાદ તેમને મામલતદાર કચેરીમાંથી વસિયતનામામાં સહી કરવાનો ફોન આવ્યો હતો. જ્યાં ફરીયાદીએ જોતાં પિતાની સહી અને વસિયતનામા વિશે શંકા જતાં તપાસ કરી હતી. જેમાં બંને ભાઇઓએ ફરીયાદીની જાણ કરતાં માતા અને ફરીયાદીનો મિલ્કતમાં કોઇ હક્ક હિસ્સો નહીં હોવાનું લખાણ હતુ. જેને લઇ ફરીયાદીના પતિ મહિલાના ભાઇને કહેવા જતાં તેમણે કહેલ કે, જ્યાં સહીઓ કરવાનું કહીએ ત્યાં કરી દલ નહીં તો જીવતા નહી રહો તેવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરમાં પિતાના મિલ્કત માટે ભાઇઓએ બહેન અને માતાના નામ વીલમાંથી નિકાળ્યાં હોવાની ઘટના સામે આવી છે. પાલનપુરના ઓઇલમીલ રોડ પરના આશિર્વાદ બંગ્લોઝમાં રહેતાં ધર્મિષ્ઠાબેન જેહુલભાઇ ગેહલોતે પોતાના બે ભાઇ, કાકા અને અન્ય એક વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. જે મુજબ કોરોનાના કારણે તેમના માધુભાઇ જોઇતાભાઇ પટેલનું થયુ હતુ.

હડકંપ@પાલનપુર: જમીન ખાતે કરવા માતા અને બહેનનું નામ કાઢવાનો કારસો, સંપત્તિમાં સંબંધ ધ્વસ્ત
જાહેરાત

આ તરફ ગત નવેમ્બર મહિનામાં પાલનપુર મામલતદાર કચેરીથી ફરીયાદીને પિતાના વસિયતનામાને લઇ સહી કરવા ફોન આવ્યો છે. જેથી ફરીયાદી પોતાના પતિ સાથે મામલતદાર કચેરીમાં જતાં વસિયતનામાની કોપી અને નોટીસમાં સહી કરવા કહ્યુ હતુ. જોકે ફરીયાદી મહિલાને વસિયતનામામાં પિતાની સહીને લઇ શંકા જતાં તપાસ કરતાં પિતાની મિલ્કતમાં તેમના ભાઇઓ અને કાકાના નામે મિલ્કત હતી. આ સાથે ફરીયાદી અને તેમની માતાનો કોઇ હક્ક-હિસ્સો નહીં હોવાનું લખાણ જોઇ ફરીયાદી ચોંકી ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાલનપુરમાં સગા ભાઇઓએ જ બહેનનું નામ પિતાની મિલ્કતમાંથી હટાવવાનો કારસો કર્યાની ઘટનાની ચકચાર મચી ગઇ છે. ફરીયાદ મુજબ આ ઇસમોએ ખોટું વીલ બનાવી ફરીયાદીના પિતાની ખોટી સહી કરી ખોટું હોવાનું જાણવા છતાં મામલતદાર ઓફીસમાં ખરા તરીકે રજુ કરી વારસાઇ નોંધ પડાવી છે. જેને લઇ ફરીયાદીના પતિ આ લોકોને કહેવા જતા઼ તેમના ભાઇઓએ કહેલ કે, અમો કહીએ ત્યાં સહી કરી દો નહીં તો જીવતા નહીં રહો તેમ કહી ધમકી આપી હોવાનું લખાવ્યુ છે. ઘટનાને લઇ ફરીયાદી મહિલાએ ચાર લોકોના નામજોગ આઇપીસી કલમ 465, 467, 468, 471, 120B, 506(2) મુજબ ગુનો નોંધાવતાં ચકચાર મચી ગઇ છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. જીતેન્દ્રભાઇ માધુભાઇ પટેલ
  2. જયેશભાઇ માધુભાઇ પટેલ, બંને રહે. ઉમીયાનગર, લક્ષ્મીપુરા, પાલનપુર, જી.બનાસકાંઠા
  3. ગણપતભાઇ જોઇતાભાઇ પટેલ
  4. રમણભાઇ ગણેશભાઇ પટેલ, બંને રહે. માધુપુરા, તા.સિધ્ધપુર, જી.પાટણ