હડકંપ@પાટણ: રજીસ્ટ્રેશન વગર ટ્રેડીંગમાં શેર લે-વેચ કરવા મામલે 3 સામે ફરીયાદ

અટલ સમાચાર, પાટણ પાટણ LCBની ટીમે ગેરકાયદેસર શેરબજાર ટ્રેડીંગમાં છેતરપિંડી કરનારી એક ઓફીસમાં રેઇડ કરી કાર્યવાહી કરી છે. શહેરના એક કોમ્પ્લેક્ષમાં આ ઇસમો અગાઉથી ગુનાહિત કાવતરૂ રચી, સામાન્ય ગ્રાહકોને વધુ નાણાંકીય વળતર મળવાની લાલચ આપી ગોલ્ડ-સિલ્વરની લે-વેચનું ડબ્બા ટ્રેડીંગનો ધંધો કરી ઇન્કમટેક્ષ કે સર્વિસટેક્ષની ચુકવણી કરતાં ન હોવાની બાતમી LCBને મળી હતી. જે આધારે ઓફીસમાં
 
હડકંપ@પાટણ: રજીસ્ટ્રેશન વગર ટ્રેડીંગમાં શેર લે-વેચ કરવા મામલે 3 સામે ફરીયાદ

અટલ સમાચાર, પાટણ

પાટણ LCBની ટીમે ગેરકાયદેસર શેરબજાર ટ્રેડીંગમાં છેતરપિંડી કરનારી એક ઓફીસમાં રેઇડ કરી કાર્યવાહી કરી છે. શહેરના એક કોમ્પ્લેક્ષમાં આ ઇસમો અગાઉથી ગુનાહિત કાવતરૂ રચી, સામાન્ય ગ્રાહકોને વધુ નાણાંકીય વળતર મળવાની લાલચ આપી ગોલ્ડ-સિલ્વરની લે-વેચનું ડબ્બા ટ્રેડીંગનો ધંધો કરી ઇન્કમટેક્ષ કે સર્વિસટેક્ષની ચુકવણી કરતાં ન હોવાની બાતમી LCBને મળી હતી. જે આધારે ઓફીસમાં રેઇડ કરી કુલ કિ.રૂ.77,920ના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરી છે. આ સાથે અન્ય બે ઇસમો હાજર મળી આવ્યાં ન હોઇ તમામ સામે બી ડીવીઝન પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લા પોલીસવડા અક્ષયરાજે જીલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB I.PI એ.બી.ભટ્ટ, SOG PSI વી.આર.ચૌધરી, AHC અબ્બાસખાન, APC બીપીનકુમાર, વિક્રમભાઇ સહિતનો સ્ટાફ LCB ઓફીસે હાજર હતો. આ દરમ્યાન LCB PIને મળેલ બાતમી આધારે શહેરના નવાગંજમાં કુંતેશ્વરી એન્ટરપ્રાઇઝ નામની ઓફીસમાં રેઇડ કરતાં શેરબજાર ટ્રેડીંગ કોઇપણ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ વગર ચલાવતાં હોવાનું સામે આવ્યું હતુ.

સૂત્રોઅ જણાવ્યું હતુ કે, સેબીનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ વગર આ લોકો ટ્રેડીંગનો ધંધો કરતાં હોવાનું સામે આવ્યું છે. LCBની તપાસમાં આરોપીઓએ સામાન્ય ગ્રાહકોને નાણાંકીય વળતર મળવાની લાલચ આપી હોવાનું પણ સામે આવ્યુ છે. આ સાથે તે પૈસા મેળવી શેર હાજર કોમોડીટી તથા ગોલ્ડ સિલ્વરની લે-વેચનું ડબ્બાં ટ્રેડીંગ કરીને પોતે અનઅધિકૃત વ્યક્તિ હોવાનું જાણવા છતાં, અપ્રામાણિક રીતે ઇરાદાપૂર્વક છેતરપિંડી કરી, ઇન્કમટેક્ષ તથા સર્વિસટેક્ષની ચુકવણી કર્યા સિવાય ડબ્બા ટ્રેડિંગનો ધંધો કરતાં હોવાનું ખુલ્યું છે.

કાર્યવાહી દરમ્યાન LCBની ટીમે રોકડ રકમ 27,370, મોબાઇલ નંગ-3 કિ.રૂ.10,500, કોમ્પ્યુટર સેટ નંગ-2 કિ.રૂ.40,000, કેલક્યુલેટર કિ.રૂ.50 મળી કુલ કિ.રૂ.77,920નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે તમામ સામે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે. પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 406, 420, 120B અને ધી સિક્યુરીટીઝ કોન્ટ્રેક્ટ રેગ્યુલેશન એક્ટ 1956ની કલમ 23(b), 23(c), 23(g), 23(I) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. પંકજકુમાર મફતલાલ સોની, રહે-શીષ બંગ્લોઝ, એક્ષચેન્જ રોડ, પાટણ, જી.પાટણ
  2. પરમાભાઇ દાદુભાઇ નાડોદ, ગામ-કણીજ, તા.સમી, જી.પાટણ
  3. કનુભાઇ મગનભાઇ દેસાઇ, રશીયનનગર, પાટણ, જી.પાટણ