હડકંપ@પાટણ: ઓનલાઇન પરીક્ષા લો નહીં તો કોરોના થાય તો જવાબદારી લો: વિદ્યાર્થીઓ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ કોરોનાકાળ વચ્ચે આજે પાટણ યુનિવર્સિટીમાં છાત્રો ભૂખ હડતાલ પર ઉતર્યા હોવાનું સામે આવ્યુ છે. યુનિવર્સિટી દ્રારા લેવાતી પરીક્ષા ઓફલાઇનની જગ્યાએ ઓનલાઇન લેવાની માંગ સાથે છાત્રો ભૂખ હડતાલ પર બેસ્યા છે. આ સાથે પરીક્ષા દરમ્યાન કોઇ વિદ્યાર્થીને કોરોના થશે તો તેની જવાબદારી કોની ? તેવા સવાલો સાથે પરીક્ષા ઓનલાઇન લેવાની માંગ
 
હડકંપ@પાટણ: ઓનલાઇન પરીક્ષા લો નહીં તો કોરોના થાય તો જવાબદારી લો: વિદ્યાર્થીઓ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ 

કોરોનાકાળ વચ્ચે આજે પાટણ યુનિવર્સિટીમાં છાત્રો ભૂખ હડતાલ પર ઉતર્યા હોવાનું સામે આવ્યુ છે. યુનિવર્સિટી દ્રારા લેવાતી પરીક્ષા ઓફલાઇનની જગ્યાએ ઓનલાઇન લેવાની માંગ સાથે છાત્રો ભૂખ હડતાલ પર બેસ્યા છે. આ સાથે પરીક્ષા દરમ્યાન કોઇ વિદ્યાર્થીને કોરોના થશે તો તેની જવાબદારી કોની ? તેવા સવાલો સાથે પરીક્ષા ઓનલાઇન લેવાની માંગ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હડકંપ@પાટણ: ઓનલાઇન પરીક્ષા લો નહીં તો કોરોના થાય તો જવાબદારી લો: વિદ્યાર્થીઓ

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજે છાત્રો ઓનલાઇન પરીક્ષાની માંગ સાથે ભૂખ હડતાલ પર બેઠા હતા. બી.એ, બી.કોમ સેમ-5 ની ઓનલાઇન પરીક્ષા લેવાની માંગ સાથે છાત્રોએ એકજૂટ બની આજે કાર્યક્રમ આપ્યો છે. કોરોનાના વધતા કેસોને લઇ સંક્રમણનો ભય હોઈ ઓફલાઈનના બદલે ઓનલાઇન પરીક્ષા લેવા માંગ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વિદ્યાર્થીઓને પરીક્ષા દરમ્યાન કોરોના થશે તો જવાબદારી કોની ? અને પરીક્ષા દરમ્યાન કોરોના નહિ થાય તેની યુનિવર્સિટી ખાતરી આપશે ? તે સહિતના સવાલો વચ્ચે છાત્રો ભૂખ હડતાલ પર બેસ્યા છે. આ સાથે ઓફલાઇન પરીક્ષાઓ લેવી હો યતો વિમાકવચની માંગ કરવામાં આવી છે. આ મામલે અગાઉ બે વાર કુલપતિને રજુઆત પણ કરવામાં આવી છે. આ તરફ હવે માંગણી નહિ સંતોષાય તો આગામી સમયમાં ભૂખ હડતાળ સહિત આંદોલનની ચીમકી પણ છાત્રો દ્રારા ઉચ્ચારાઇ છે.

હડકંપ@પાટણ: ઓનલાઇન પરીક્ષા લો નહીં તો કોરોના થાય તો જવાબદારી લો: વિદ્યાર્થીઓ