હડકંપ@પાટણ: ઉધારીના પૈસા માંગતાં વેપારી સહિતના પર છરીથી હુમલો, 2 ઇસમ વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ કોરોનાકાળ વચ્ચે પાટણમાં દુકાનમાંથી ઉધારે લીધેલ વસ્તુના પૈસા માંગતાં બે ઇસમોએ વેપારી પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ગઇકાલે ફરીયાદીની દુકાનેથી અગાઉ જીરાની બોટલ અને વેફર લીધેલ હોઇ તેના પૈસા માંગતા મામલો બિચક્યો હતો. જે બાદમાં આરોપીઓએ વેપારીને માર મારવા જતાં ફરીયાદીના કાકા વચ્ચે પડ્યાં હતા. આ દરમ્યાન આરોપીઓએ
 
હડકંપ@પાટણ: ઉધારીના પૈસા માંગતાં વેપારી સહિતના પર છરીથી હુમલો, 2 ઇસમ વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોનાકાળ વચ્ચે પાટણમાં દુકાનમાંથી ઉધારે લીધેલ વસ્તુના પૈસા માંગતાં બે ઇસમોએ વેપારી પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ગઇકાલે ફરીયાદીની દુકાનેથી અગાઉ જીરાની બોટલ અને વેફર લીધેલ હોઇ તેના પૈસા માંગતા મામલો બિચક્યો હતો. જે બાદમાં આરોપીઓએ વેપારીને માર મારવા જતાં ફરીયાદીના કાકા વચ્ચે પડ્યાં હતા. આ દરમ્યાન આરોપીઓએ ફરીયાદીના કાકાને પેટના ભાગે છરીના ઘા માર્યા હતા. આ સાથે ફરીયાદીને પણ લાકડી વડે માર મારતાં બંને ઇજાગ્રસ્ત બન્યા હતા. જે બાદમાં વેપારીએ બે ઇસમોના નામજોગ ફરીયાદ દાખલ કરાવતાં એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ શહેરની ઠક્કર બાપા સ્કુલની સામેના પાર્લરના વેપારી પર હુમલાની ઘટના સામે આવી છે. પાટણના બળીયાપાડાના ગુંદી ફળીયાના માઢમાં રહેતાં દિવેશભાઇ પટેલ જયવિર કૃપા પાર્લરમાં વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે સાંજે આઠેક વાગે પટણી કાળુભાઇ આવતાં ફરીયાદીએ અગાઉના જીરાની બોટલ અને વેફરના પૈસા બાકી હોઇ માંગતાં મામલો બિચક્યો હતો. આરોપીએ વેપારીને મા-બેન સામે ગાળો બોલતાં વેપારીએ સમજાવીને મોકલી દીધો હતો.

હડકંપ@પાટણ: ઉધારીના પૈસા માંગતાં વેપારી સહિતના પર છરીથી હુમલો, 2 ઇસમ વિરૂધ્ધ FIR

આ દરમ્યાન મોડી રાત્રે નવેક વાગ્યા આસપાસ પટણી કાળુભાઇ, વાઘરી દિનેશભાઇ અને પટણી અશોકભાઇનો દીકરો રીક્ષામાં આવ્યા હતા. જે બાદમાં ગાળાગાળી કરી વેપારી જોડે માથાકૂટ કરતાં તેમના કાકા રમેશભાઇ વચ્ચે પડતાં કાળુભાઇએ હાથમાંથી લોખંડની છરી પેટમાં મારતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યાં હતા. આ સાથે આરોપીઓ ફરીયાદીને છરી મારવા આવતાં તેમને છરી પકડી લેતાં હાથમાં ઇજા પહોંચી હતી. જે બાદમાં આરોપીઓએ જતાં જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું પણ ફરીયાદમાં લખાવ્યુ છે. ઘટનાને લઇ એ ડીવીઝન પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ 323, 324, 506(2), 114, 294(b) અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ રહ્યાં આરોપીઓના નામ

  1. કાળુભાઇ રાજેશભાઇ પટણી, ગામ-પાટણ (ખાલકપુરા) તા.જી.પાટણ
  2. દિનેશભાઇ મંગાભાઇ વાઘરી, ગામ- પાટણ