હડકંપ@સિધ્ધપુર: જીઓ માર્ટની એજન્સીના નામે 1.31 લાખ પડાવ્યાં, અંતે ફરીયાદ

અટલ સમાચાર, સિધ્ધપુર કોરોના મહામારી વચ્ચે સિધ્ધપુર શહેરના યુવક સાથે જીઓ માર્ટની એજન્સીની લાલચ આપી રૂ.1,31,400ની છેતરપિંડી થઇ હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી ગઇ છે. ખાનગી નોકરી કરતાં યુવકે જીઓ એજન્સી માટે બે માસ પહેલા અરજી કરેલ હતી. જે બાદમાં અલગ-અલગ તારીખે આરોપી દ્રારા ઓનલાઇન 1,31,400 મેળવી લઇ કોઇ એજન્સી નહીં આપી છેતરપિંડી
 
હડકંપ@સિધ્ધપુર: જીઓ માર્ટની એજન્સીના નામે 1.31 લાખ પડાવ્યાં, અંતે ફરીયાદ

અટલ સમાચાર, સિધ્ધપુર

કોરોના મહામારી વચ્ચે સિધ્ધપુર શહેરના યુવક સાથે જીઓ માર્ટની એજન્સીની લાલચ આપી રૂ.1,31,400ની છેતરપિંડી થઇ હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી ગઇ છે. ખાનગી નોકરી કરતાં યુવકે જીઓ એજન્સી માટે બે માસ પહેલા અરજી કરેલ હતી. જે બાદમાં અલગ-અલગ તારીખે આરોપી દ્રારા ઓનલાઇન 1,31,400 મેળવી લઇ કોઇ એજન્સી નહીં આપી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ સિધ્ધપુર પોલીસ મથકે નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુર શહેરમાં હાર્દિક નામનો યુવક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. એ માસ અગાઉ હાર્દિકે ઓનલાઇન જીઓ માર્ટની એજન્સી માટેની જાહેરાત જોતા મિત્રો સાથે ભાગીદારીમાં શરૂ કરવાનું નક્કી કરી પોતાના નામે ઓનલાઇન એપ્લિકેશન કરેલ હતી. જે બાદમાં તા. 08-09-2020ના રોજ અજાણ્યા નંબર પરથી ફોન કરી જીઓ માર્ટમાંથી બોલુ છુ તેમ કહી ડોક્યુમેન્ટની વિગતો મોકલી આપી હતી. આ તરફ 06-10-2020ના રોજ રજીસ્ટ્રેશન ફી ના 33,200, 7-10-2020ના રોજ એગ્રીમેન્ટ ફીના 98,900 ઓનલાઇન ભરી દીધા હતા.

આ તરફ ગત તા.08-10-2020ના રોજ ફોન આવતાં એનઓસી લેટરના બાના પેટે રૂ.1,98,900 માંગતા હાર્દિકભાઇને શંકા ગઇ હતી. જે બાદ તેમને મિત્રો સાથે ખાનગી રીતે તપાસ કરતાં તેઓ છેતરાયા હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદમાં પાટણ સાયબર ક્રાઇમમાં પણ હાર્દિકે જાણ કરી હતી. જે બાદમાં પણ પૈસા કે એજન્સી પણ ના આપી રૂ.1,31,400ની છેતરપિંડી કરી હોવાની ફરીયાદ સિધ્ધપુર પોલીસ મથકે નોંધાઇ છે. સિધ્ધપુર પોલીસે આરોપી ઇસમ સામે આઇપીસીની કલમ 406, 420 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઇસમ સામે નોંધાઇ ફરીયાદ

નિતીનકુમાર