હડકંપ@સિધ્ધપુર: સ્ટેટ પોલીસે દારૂ ઝડપ્યો, સરપંચ સહિત 11 વિરૂધ્ધ ષડયંત્રનો ગુનો

અટલ સમાચાર,સિધ્ધપુર સિધ્ધપુરમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ચોક્કસ બાતમી આધારે બે કાર રોકી તપાસ કરતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વિદેશી દારૂનો જથ્થો લઇને જતાં 4 ઇસમોને પુછતાં ક્યાંથી, કેવી રીતે અને કોને આપવા સહિતની બાબતો સામે આવી છે. જેમાં દાંતીવાડા તાલુકાના ગામના સરપંચનું નામ સામે આવ્યુ છે. આ સરપંચ છેક રાજસ્થાનના એક સ્થળે ઠેકો ધરાવતાં
 
હડકંપ@સિધ્ધપુર: સ્ટેટ પોલીસે દારૂ ઝડપ્યો, સરપંચ સહિત 11 વિરૂધ્ધ ષડયંત્રનો ગુનો

અટલ સમાચાર,સિધ્ધપુર

સિધ્ધપુરમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ચોક્કસ બાતમી આધારે બે કાર રોકી તપાસ કરતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વિદેશી દારૂનો જથ્થો લઇને જતાં 4 ઇસમોને પુછતાં ક્યાંથી, કેવી રીતે અને કોને આપવા સહિતની બાબતો સામે આવી છે. જેમાં દાંતીવાડા તાલુકાના ગામના સરપંચનું નામ સામે આવ્યુ છે. આ સરપંચ છેક રાજસ્થાનના એક સ્થળે ઠેકો ધરાવતાં હોઇ તેના કહેવાથી ઊંઝાના ઇસમને દારૂ આપવાનો ઘટસ્ફોટ થયો છે. ફરીયાદને પગલે સરપંચ સહિત 11 આરોપીઓ વિરૂધ્ધ ષડયંત્રનો ગુનો દાખલ થયો છે. સ્ટેટ પોલીસની ટીમે ઊંઝા અને સિધ્ધપુર પોલીસની ફરજ વચ્ચે સૌથી મોટી કાર્યવાહી કરતાં દોડધામ મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુરની સરસ્વતી નદી પરના બ્રિજના છેડે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ચોક્કસ બાતમી આધારે મોટી કાર્યવાહી કરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના PI એચ.વી.ચૌધરી, ASI ઇન્દ્રસિંહ, APC ભરતકુમાર સહિતના ખાનગી વાહનમાં પાટણ જીલ્લામાં પેટ્રોલિંગ કરતાં હતા. આ દરમ્યાન વિગતો મેળવેલી હોઇ ફોર વ્હીલર ગાડીઓ દારૂનો જથ્થો ભરી રાજસ્થાનથી પાલનપુર થઇ સિધ્ધપુર તરફ હોવાનું જાણી વોચ ગોઠવી હતી. જ્યાં ક્રેટા અને હોન્ડા ડબલ્યુઆરવી કાર આવતાં તાત્કાલિક રોકી બંને ગાડી સાઇડમાં કરાવી હતી. જેની પૂછપરછમાં કાર ચાલક અને ડ્રાઇવરે કરેલ ખુલાસામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. દાંતીવાડા તાલુકાના સરપંચનો છેક રાજસ્થાનમાં ઠેકો હોઇ દારૂ મંગાવી ઊંઝા સપ્લાય કરવાનો ભાંડો ફુટ્યો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સ્ટેટ મોનીટરીંગ સેલે પેટ્રોલિંગ દરમ્યાન પાલનપુર, સિધ્ધપુર અને ઊંઝા સહિત ત્રણ જીલ્લાની પોલીસની જવાબદારી વચ્ચે મોટી કાર્યવાહી કરી છે. કારચાલકની પૂછપરછ દરમ્યાન દાંતીવાડા તાલુકાના હરીયાવાડા ગામના સરપંચનો રાજસ્થાનના મેથીપરા વિસ્તારમાં દારૂનો ઠેકો હોવાનું ફરીયાદની વિગતો આધારે સામે આવ્યુ છે. સ્ટેટ પોલીસની બાતમી આધારે રેડમાં કુલ 3,17,036નો દારૂ ઝડપાઇ ગયો છે. જ્યારે રોકડ રકમ, બે કાર અને અંગજડતી સહિત કુલ 13.48 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્ટેટ પોલીસની દારૂ લઇને આવનાર ઇસમો, દારૂ મંગાવનાર, દારૂ ભરી આપનાર, પાલનપુર ટોલનાકા પાસે ડ્રાઇવરની અદલા-બદલી થતાં સહિતના આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ થયો છે. સિધ્ધપુર પોલીસ મથકે કુલ 11 ઇસમો સામે પ્રોહિ એક્ટની કલમ 65(e), 65(a), 81, 83, 98(2), 116-B મુજબ ગુનો નોંધાયો છે.

આ રહ્યા આરોપીઓના નામ

  1. ગુલાબસિંહ ઉર્યે વાસુ રામસિંહ વાઘેલા, ગામ-રામનગર(ઠાકોરવાસ) તા.દાંતીવાડા, જી.બનાસકાંઠા
  2. ઇન્દ્રજીતસિંહ વનરાજસિંહ વાઘેલા, ગામ-ભખર નાની, તા.દાંતીવાડા, જી.બનાસકાંઠા
  3. રાજભાઇ ભેરૂલાલ ડાંગી
  4. બાબુ (પાયલોટીંગ કરનાર)
  5. ડાલુ (પાયલોટીંગ કરનાર)
  6. મહેન્દ્રસિંહ ઉર્ફે મુનિમ યાદવ
  7. મિતેષ (મુદ્દામાલ મંગાવનાર) ગામ-ઊંઝા, જી. મહેસાણા
  8. સરપંચ (મુદ્દામાલ ભરી આપનાર) ગામ-હરીયાવાડા, તા.દાંતીવાડા, જી.બનાસકાંઠા
  9. વર્દીચંદ ઉર્ફે બાબુ ટીલાજી ડાંગી
  10. પ્રોહી મુદ્દામાલ ભરેલ ગાડી પાલનપુર ટોલનાકા પાસે આપનાર ઇસમ, સરનામુ મળેલ નથી
  11. કોબા સર્કલ ખાતે દારૂનો જથ્થો લેવા આવનાર ઇસમ, સરનામું મળેલ નથી