હડકંપ@સુરત: મહિલા કર્મચારીનો ફોન ચોરી તસવીરો વાયરલ કરવાની બીક આપી, અંતે ફરીયાદ

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં મહિલા નાયબ મામલતદારનો ફોન ખોવાયા બાદ અજાણ્યા ઇસમે ફોટો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગી હોવાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ મોલમાંથી ખરીદી કરી પરત ફરી રહેલા મહિલા નાયબ મામલતદાર પોતાનો ફોન રીક્ષામાં ભૂલી ગયા હતા. જે બાદમાં કોઇ અજાણ્યા ઇસમે તેમના ફોનમાં રહેલાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી.
 
હડકંપ@સુરત: મહિલા કર્મચારીનો ફોન ચોરી તસવીરો વાયરલ કરવાની બીક આપી, અંતે ફરીયાદ

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં મહિલા નાયબ મામલતદારનો ફોન ખોવાયા બાદ અજાણ્યા ઇસમે ફોટો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગી હોવાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ મોલમાંથી ખરીદી કરી પરત ફરી રહેલા મહિલા નાયબ મામલતદાર પોતાનો ફોન રીક્ષામાં ભૂલી ગયા હતા. જે બાદમાં કોઇ અજાણ્યા ઇસમે તેમના ફોનમાં રહેલાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ તરફ ઘટનાને લઇ મહિલા નાયબ મામલતદારે અજાણ્યા ઇસમ સામે સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના એક મહિલા નાયબ મામલતદાર જાન્યુઆરી 2020માં મોલથી ખરીદી કરી રિક્ષામાં ઘરે પરત આવ્યા હતા. તે સમયે રિક્ષામાં મોબાઇલ ભૂલી ગયા હતા. મોબાઇલમાં મેમરી કાર્ડ જેમાં પર્સનલ ફોટોગ્રાફ અને ડોક્યુમેન્ટો હતા. મોબાઇલ ન મળતાં નાયબ મામલતદારે નવુ સીમકાર્ડ લઈ લીધુ હતો. છેક 10 મહિના પછી 30મી ઓકટોબરે રાત્રીના સમયે એક કોલ આવ્યો અને સામેવાળાએ હિંદી મે બાત કરો એવુ કહેતા મહિલાએ કોલ કટ કરી નાખ્યો હતો. મહિલાએ પોતાનો બનાવેલો વીડિયો અને અંગત ફોટોગ્રાફ રિક્ષામાં ભૂલી ગયેલા મોબાઇલના મેમરીકાર્ડમાં હતા.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અજાણ્યા શખ્સે મહિલાના મોબાઇલ પર વીડિયો સાથે અશ્લિલ મેસેજ પણ કર્યો હતો. પછી મહિલાએ તેનું સોશિયલ મીડિયા તેના પતિના મોબાઇલમાં ચાલુ કર્યુ ત્યાર પછી અવાર નવાર મેસેજ અને બિભત્સ ફોટોગ્રાફ મોકલતો હતો. ફોટો ડિલીટ કરવા માટે 60 હજારની માંગણી કરી અને નહિ આપે તો ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.