હડકંપ@તલોદ: યુવતિ સાથે પરાણે લગ્ન-બળાત્કારની 7 વર્ષે ફરીયાદ, આગેવાન સામે ગુનો દાખલ

અટલ સમાચાર, તલોદ તલોદમાં સ્થાનિક આગેવાન સામે એક યુવતિએ બળાત્કારની ફરીયાદ નોંધાવતાં ચકચાર મચી ગઇ છે. સાતેક વર્ષ પહેલા આ નેતા યુવતિના સંપર્કમાં આવ્યા બાદ સાત વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ સાથે બળજબરીથી લગ્ન કરી અને શારીરીક સંબંધ બાંધ્યા હોઇ હાલ યુવતિને એક બાળક પણ હોવાનો
 
હડકંપ@તલોદ: યુવતિ સાથે પરાણે લગ્ન-બળાત્કારની 7 વર્ષે ફરીયાદ, આગેવાન સામે ગુનો દાખલ

અટલ સમાચાર, તલોદ

તલોદમાં સ્થાનિક આગેવાન સામે એક યુવતિએ બળાત્કારની ફરીયાદ નોંધાવતાં ચકચાર મચી ગઇ છે. સાતેક વર્ષ પહેલા આ નેતા યુવતિના સંપર્કમાં આવ્યા બાદ સાત વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ સાથે બળજબરીથી લગ્ન કરી અને શારીરીક સંબંધ બાંધ્યા હોઇ હાલ યુવતિને એક બાળક પણ હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. ઘટના બાદ તલોદ પોલીસે આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના તલોદમાં સ્થાનિક આગેવાન રાજુ શાહ સામે યુવતિએ બળાત્કારની ફરીયાદ નોંધાવી છે. રાજુ શાહ સાત વર્ષ પહેલા એક યુવતીના સંપર્કમાં આવ્યા બાદ યુવતીની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ છે. આ તરફ છેલ્લા સાત વર્ષથી રાજુ શાહ યુવતી સાથે કપટથી લગ્ન કરીને બળાત્કાર ગુજારતો હોવા સાથે યુવતીએ એક બાળકને જન્મ આપ્યો હોવાનું પણ ઉમેર્યુ છે. આ સાથે એકવાર રાજુ શાહે બળજબરીથી એબોર્શન પણ કરાવ્યું હોવાનો આક્ષેપ યુવતીએ પોલીસ ફરિયાદમાં કર્યો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, યુવતીએ તલોદ પોલીસ સ્ટેશનમાં સ્થાનિક આગેવાન રાજુ શાહ સામે પોલીસ ફરિયાદ કરી છે. યુવતીએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ લગાવ્યો છે કે, આગેવાને ફરિયાદી સાથે અવાર-નવાર બળજબરીથી મરજી વિરૂદ્ધ શરીર સુખ માંણ્યું હતું. એટલું જ નહીં, મંદિરમાં લઈ જઈ કપટપૂર્વક માંગ ભરી મંગળસૂત્ર પહેરાવી પરાણે પત્ની બનાવી હતી. તેમજ વારંવાર બળજબરીથી શારીરિક સંબંધથી તે એક બાળકની માતા પણ બની હતી. આ સાથે બીજી વખત ગર્ભવતી થતાં પરાણે એબોર્શન કરાવી દીધું હતું અને યુવતી સાથે મારઝૂડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને લઇ તલોદ પોલીસે આરોપી સામે IPCની કલમ 496, 376, 323, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.