આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

સમી તાલુકાના એક ગામે છ દિવસ પૂર્વે પારિવારિક ઝઘડો થયો હતો. આ દરમ્યાન કંઈક ખોટું થયું હોય કે ના હોય પરંતુ તે બાબતે ગંભીર સવાલો ઉભા કરતી નવી બાબત સામે આવી છે. મહિલાએ પોતાની અને તેની દિકરી સાથે મારામારી સહિત સમગ્ર ઘટનાની ફરિયાદ લખાવી હતી. આ પછી દાખલ થયેલી પોલીસ ફરિયાદની વિગતો જોઈ બીજી ફરિયાદ કરી દીધી છે. ફરિયાદમાં સમી પોલીસે દિકરી સાથે દુષ્કર્મના પ્રયાસની વિગતો છુપાવી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો છે. એટલે કે મહિલાએ ફરિયાદ વિરુદ્ધ જ ફરિયાદ અરજી આપી દેતાં નવો ઘટનાક્રમ સામે આવ્યો છે. 1 ડિસેમ્બરે દાખલ ફરિયાદની વિગતો અને હવે સગીર છોકરીના વિડીયોમાં થતાં આક્ષેપો વચ્ચે વિરોધાભાસ ઉભો થયો છે.

અગાઉની ફરિયાદ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સમી તાલુકાના નાનકડા ગામે કૌટુંબિક ઝઘડામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગત 30 સપ્ટેમ્બરે ગામની મહિલાએ સમી પોલીસ સ્ટેશને કુલ 5 આરોપી વિરુદ્ધ ફરિયાદ આપી હતી. જેમાં સામાન્ય વાતમાં બબાલ થતાં 5 પુરુષોએ ગાળાગાળી, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ 1 ઓક્ટોબરે દાખલ થઈ હતી. આ ફરિયાદના સત્તાવાર કાગળો મેળવ્યા બાદ ફરિયાદી મહિલા અને તેની દિકરી ચોંકી ગયા છે. જેમાં ફરિયાદ લખાવ્યા મુજબની દાખલ નહિ થવા બાબતે કેટલીક વિગતો ટાળવામાં આવી હોવાનું જણાવ્યું છે. ફરિયાદી મહિલાએ આક્ષેપ કર્યો છે કે, પોતાની દિકરીને માર માર્યા દરમ્યાન આરોપી ઈસમોએ આબરૂ લેવાની કોશિશ કરી હતી. વિડીયો દ્વારા ખુદ કિશોરીએ જણાવ્યું છે કે, તેણી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો હતો. આથી આ બાબતે ન્યાય આપવાની માંગણી કરી હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ફરિયાદ ઉપર જ ફરિયાદ થઈ હોવાનું બન્યું છે.

કિશોરી સાથે થયેલ ખરાબ હરકત

સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉની એફઆઇઆરના ફરિયાદી મહિલાએ નવી જ ફરિયાદ અરજી કરી દીધી છે. જેમાં દિકરી સાથે આબરૂ લેવામાં આવી હોવાનું ફરિયાદમાં ટાળવાનો આક્ષેપ કરી સમી પોલીસની ભૂમિકા શંકાસ્પદ બતાવી છે. કિશોરી સાથે દુર્વ્યવહારની બાબતો કેમ ફરિયાદમાં ના લખી તે બાબતે મહિલાએ સમી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલા અને તેની દિકરીના વિડીયો અને જેની ફરિયાદની વિગતોમાં એકસૂત્રતા નહિ જળવાતા અનેક સવાલો ઉભા થયા છે. ફરિયાદી મહિલાએ ગુજરાત રાજ્ય પોલીસ વિભાગને ફરિયાદ વિરુદ્ધ રજૂઆત કરતાં હડકંપ મચી ગયો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code