હડકંપ@શંખેશ્વર: LCBએ હોટલમાંથી IPL પર સટ્ટો રમાડતાં 4 શખ્સોને ઝડપ્યા

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના મહામારી વચ્ચે પાટણ LCBએ બાતમી આધારે શંખેશ્વરની હોટલમાંથી ક્રીકેટ મેચ ઉપર સટ્ટો રમાડતાં 4 લોકોને ઝડપી પાડ્યા હતા. LCBને ચોક્કસ બાતમી મળી હતી કે, રાધનપુરનો શખ્સ શંખેશ્વરની હોટલમાં રૂમ રાખી બહારથી માણસો બોલાવી IPL મેચ ઉપર ગ્રાહકોના સોદાઓ લઇ સટ્ટો રમી રમાડે છે. જે આધારે IPLએ બુધવારે મોડીસાંજે પંચો
 
હડકંપ@શંખેશ્વર: LCBએ હોટલમાંથી IPL પર સટ્ટો રમાડતાં 4 શખ્સોને ઝડપ્યા

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોના મહામારી વચ્ચે પાટણ LCBએ બાતમી આધારે શંખેશ્વરની હોટલમાંથી ક્રીકેટ મેચ ઉપર સટ્ટો રમાડતાં 4 લોકોને ઝડપી પાડ્યા હતા. LCBને ચોક્કસ બાતમી મળી હતી કે, રાધનપુરનો શખ્સ શંખેશ્વરની હોટલમાં રૂમ રાખી બહારથી માણસો બોલાવી IPL મેચ ઉપર ગ્રાહકોના સોદાઓ લઇ સટ્ટો રમી રમાડે છે. જે આધારે IPLએ બુધવારે મોડીસાંજે પંચો સાથે રાખી હોટલમાં રેડ કરી ઇસમો સાથે કુલ કી.રૂ. 3,81,150નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હડકંપ@શંખેશ્વર: LCBએ હોટલમાંથી IPL પર સટ્ટો રમાડતાં 4 શખ્સોને ઝડપ્યા

પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે શંખેશ્વરની હોટલમાંથી ક્રીકેટ મેચ ઉપર સટ્ટો રમી રમાડતાં ચાર લોકોને ઝડપી પાડ્યા છે. પાટણ LCBના ઇ.પી.આઇ. એ.બી.ભટ્ટ અને આ.પો.કો. બીપીનભાઇ સહિતનો સ્ટાફ ઓફીસે હાજર હતો. આ દરમ્યાન બાતમી મળી હતી કે, રાધનપુરનો પઠાણ નાશીરખાન સલીમખાન શંખેશ્વરના રાધે કોમ્પ્લેક્ષમાં આવે ગ્રાન્ડ પાશ્વનાથ હોટલ એન્ડ ગેસ્ટહાઉસના રૂમ નં.204 ભાડે રાખી તેમાં ક્રીકેટ ઉપર સટ્ટો રમાડી રહ્યો છે. જેને લઇ પંચો સાથે રાખી રેડ કરી ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા.

હડકંપ@શંખેશ્વર: LCBએ હોટલમાંથી IPL પર સટ્ટો રમાડતાં 4 શખ્સોને ઝડપ્યા

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પાટણ LCBએ બાતમી આધારે IPL પર સટ્ટો રમાડતાં 4 ઇસમોને ઝડપી પાડી શંખેશ્વર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે. આ તરફ કાર્યવાહી દરમ્યાન LCBએ રોકડ રકમ રૂ.2,650, મોબાઇલ ફોન નંગ-6 કિ.રૂ.18,000, લેપટોપ અને ચાર્જર કિ.રૂ.10,500, હ્યુન્ડાઇ કંપનીની એલેન્ટ્રા ગાડી કિ.રૂ. 1,00,000 મારૂતીની ઇકો ગાડી કિ.રૂ.2,50,00 મળી કુલ કિ.રૂ.3,81,150નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે 4 ઇસમો શંખેશ્વર પોલીસ મથકે જુગાર અટકાયતિ અધિનિયમની કલમ 4, 5 મુજબ ગુનો દાખલ કરાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ રહ્યા આરોપીઓના નામ:

  1. નાશીરખાન સલીમખાન પઠાણ, રહે. રાધનપુર, જી.પાટણ
  2. નિકુંજભાઇ રાજનભાઇ મશરૂવાલા(શાહ-જૈન), રહે. સેટેલાઇટ, અમદાવાદ
  3. જમીલ ઇસ્માઇલભાઇ ઘાંચી, રહે.મીરાંદરવાજા, રાધનપુર, જી.પાટણ
  4. મણીરામ કાશીરામ સાધુ, રહે. લવારપુર, તા.ગાંધીનગર
  5. જાકીરભાઇ, રહે.વાંકાનેર