હડકંપ@કડી: 6 વર્ષના પુત્ર સાથે માતાએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું, કારણ અકબંધ

અટલ સમાચાર,મહેસાણા કોરોના મહામારી વચ્ચે કડી તાલુકાના ગામે પરિણીતાએ પુત્ર સાથે આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકોમાં ઘરકંકાસથી કંટાળી આ પગલું ભર્યુ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. આ દરમ્યાન કડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપી સમગ્ર મામલે વધુ તપાસ
 
હડકંપ@કડી: 6 વર્ષના પુત્ર સાથે માતાએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું, કારણ અકબંધ

અટલ સમાચાર,મહેસાણા

કોરોના મહામારી વચ્ચે કડી તાલુકાના ગામે પરિણીતાએ પુત્ર સાથે આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકોમાં ઘરકંકાસથી કંટાળી આ પગલું ભર્યુ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. આ દરમ્યાન કડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ઢોરિયા ગામે રહેતાં શાંતુજી જોરાજી ઠાકોર ડ્રાઇવિંગનો ધંધો કરે છે. તેમના લગ્ન આઠ વર્ષ અગાઉ કલોલ તાલુકાના જામડા ગામની ઉષા સાથે થયા હતા. લગ્ન બાદ પતિ-પત્નિ અને 6 વર્ષનો પુત્ર ત્રણેય અલગ રહેતાં હતા. આ દરમ્યાન ઘરકંકાસને કારણે પત્નિ પિયર જતી રહેતાં 20 દિવસ પહેલા જ સમાધાન કરી પતિ પિયરથી પત્નિને તેડી લાવ્યો હતો. આ દરમ્યાન મંગળવારે મોડીરાત્રે પત્નિએ અચાનક પોતાના 6 વર્ષ પુત્ર સાથે ઘરના પંખા ઉપર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

હડકંપ@કડી: 6 વર્ષના પુત્ર સાથે માતાએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું, કારણ અકબંધ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કડીના ઢોરીયા ગામે બનેલી ઘટનામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ગત મંગળવારે મૃતકના પતિ ડ્રાઇવિંગનો ધંધો કરતા હોઇ નોકરી ગયા હતા. આ પછી બુધવારે સવારે ઘરે આવી જોતાં પત્નિ અને પુત્રનો ઘરના જ પંખાના કડા સાથે દોરડી બાંધેલી હાલતમાં મૃતદેહ લટકતી હાલતમાં જોતાં પતિ ચોંકી ઉઠ્યા હતા. ઘટનાને લઇ કડી પોલીસે મૃતકોનું પોસ્ટમોર્ટમ કરાવી લાશ પરિવારજનોને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.