હડકંપ@મેઘરજ: વિદેશી દારૂના જથ્થા સાથે 5.43 લાખનો મુદ્દામાલ ઝબ્બે, આરોપી ફરાર

અટલ સમાચાર,મેઘરજ કોરોના મહામારી વચ્ચે મેઘરજ પોલીસે વિદેશી દારૂ ભરેલી ટાટા સ્પેસીયો ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે બાતમી આધારે મેઘરજ તરફ આવતી બાતમીવાળી સ્પેસીયો કારને રોકવાનો ઇશારો કરતાં ચાલકે અંધારામાં કાબૂ ગુમાવી ગાડી ખાડામાં ઉતારી ઇસમો ફરાર થઇ ગયા હતા. આ તરફ પોલીસે સ્પેસીયોમાંથી 1.42 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી કુલ કિ.રૂ.5,43,800નો મુદ્દામાલ
 
હડકંપ@મેઘરજ: વિદેશી દારૂના જથ્થા સાથે 5.43 લાખનો મુદ્દામાલ ઝબ્બે, આરોપી ફરાર

અટલ સમાચાર,મેઘરજ

કોરોના મહામારી વચ્ચે મેઘરજ પોલીસે વિદેશી દારૂ ભરેલી ટાટા સ્પેસીયો ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે બાતમી આધારે મેઘરજ તરફ આવતી બાતમીવાળી સ્પેસીયો કારને રોકવાનો ઇશારો કરતાં ચાલકે અંધારામાં કાબૂ ગુમાવી ગાડી ખાડામાં ઉતારી ઇસમો ફરાર થઇ ગયા હતા. આ તરફ પોલીસે સ્પેસીયોમાંથી 1.42 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી કુલ કિ.રૂ.5,43,800નો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મેઘરજ પોલીસ મથકના ઇ.પી.આઇ ભરવાડ સહિતનો સ્ટોફ પ્રોહી વોચમાં હતા. આ દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી માંડલી થઇ સતીપુર પાલ્લા વિસ્તારમાં થઇ મેઘરજ બાજુ દારૂ ભરેલી ટાટા સ્પેસીયો આવનાર છે. જેને લઇ પોલીસે વોચ ગોઠવી બાતમી વાળી સ્પેસીયો આવતાં તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે ચાલકે કાબુ ગુમાવી ગાડી ગરનાળામાં નાંખી અંધારાનો લાભ લઇ આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

હડકંપ@મેઘરજ: વિદેશી દારૂના જથ્થા સાથે 5.43 લાખનો મુદ્દામાલ ઝબ્બે, આરોપી ફરાર

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટને કારણે વિદેશી દારૂની હેરાફેરી પણ બેફામ બની હોઇ લગભગ દરરોજ દારૂ ઝડપાઇ રહ્યો છે. આ તરફ મેઘરજ પોલીસે ટાટા સ્પેસીયોમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો-ટીન નંગ-1068 કિ.રૂ.1,42,800, મોબાઇલ નંગ-1 કિ.રૂ.1,000, ગાડીની કિ.રૂ.4,00,000 મળી કુલ કિ.રૂ.5,43,800નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ સાથે ફરાર ઇસમો સામે પ્રોહી એક્ટ મુજબની કાર્યવાહી કરવા તેમને શોધવા કવાયત હાથ ધરી છે.

આરોપીઓના નામ:

  • અમરત ઉર્ફે અમરો બબાભાઇ ડામોર
  • અરજણ ઉર્ફે ઓડી બબાભાઇ ડામોર, બંને રહે. માડલી, તા.સીમલવાડા, જી.ડુંગરપુર(રાજસ્થાન)