હડકંપ@મહેસાણા: શંકાસ્પદ કાર તપાસતાં નકલી પોલીસ ઝડપાઇ, 3 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) મહેસાણા શહેરમાંથી LCBની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન નકલી PSI બનીને ફરતાં ઇસમ સહિત 3 લોકોની અટકાયત કરતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે સાંજે LCB PSI સહિતની ટીમ શહેરના રામોસણા બ્રિજ પાસે ચેકિંગમાં હતી. આ દરમ્યાન એક કાર આવતાં તેને રોકી તલાશી લેતાં અંદર બેસેલા ઇસમે તેની ઓળખ PSI તરીકે આપી હતી.
 
હડકંપ@મહેસાણા: શંકાસ્પદ કાર તપાસતાં નકલી પોલીસ ઝડપાઇ, 3 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

મહેસાણા શહેરમાંથી LCBની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન નકલી PSI બનીને ફરતાં ઇસમ સહિત 3 લોકોની અટકાયત કરતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે સાંજે LCB PSI સહિતની ટીમ શહેરના રામોસણા બ્રિજ પાસે ચેકિંગમાં હતી. આ દરમ્યાન એક કાર આવતાં તેને રોકી તલાશી લેતાં અંદર બેસેલા ઇસમે તેની ઓળખ PSI તરીકે આપી હતી. જેથી તેનું આઇ-કાર્ડ ચેક કરતાં LCBને શંકા જતાં પંચો બોલાવી તપાસ કરતાં 3 ઇસમોમાં 1 PSI અને 2 કોન્સ્ટેબલની ખોટી ઓળખાણ આપી હોવાનું સામે આવ્યું છે. આ તરફ મહેસાણા SPની સહી વાળો ખોટો બદલી ઓર્ડર પણ મળી આવતાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હડકંપ@મહેસાણા: શંકાસ્પદ કાર તપાસતાં નકલી પોલીસ ઝડપાઇ, 3 વિરૂધ્ધ ગુનો દાખલ

મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે પ્રોહિબિશન લગત કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ PSI વાય.કે.ઝાલા, ASI દિનેશભાઇ, AHC પીયુષકુમાર, રમેશભાઇ, APC ઉસ્માનખાન, વિષ્ણુભાઇ સહિતનો LCB સ્ટાફ રામોસણા બ્રિજ પાસે નાકાબંધીમાં હતો. આ દરમ્યાન એક સફેદ કલરની આઇ 20 ગાડી ઊંઝા તરફથી આવતાં તેને રોકવાનો ઇશારો કરતાં આગળના કાચમાં દેખાય તે રીતે પોલીસનું બોર્ડ મારેલ હતુ.

હડકંપ@મહેસાણા: શંકાસ્પદ કાર તપાસતાં નકલી પોલીસ ઝડપાઇ, 3 વિરૂધ્ધ ગુનો દાખલ
મહેસાણા પોલીસની બનાવટી ઓર્ડરની નકલ

આ દરમ્યાન LCBની ટીમે પુછપરછ કરતાં ડ્રાઇવર સીટમાં બેઠેલા ઇસમે પોતે વી.એચ.ઝાલા(PSI)હોવાનું જણાવ્યું હતુ. આ સાથે બીજા ઇસમોએ પોલીસ કોન્સ્ટેબલ હોવાનું જણાવ્યું હતુ. આ તરફ ડ્રાઇવર સીટ પર બેસેલ ઇસમનું આઇકાર્ડ જોતાં વિજયસિંહ.એચ.ઝાલા નામનું અને તેમાં બ.નં.125 લખેલ હતુ. જોકે PSI દરજ્જાના અધિકારીને બક્કલ નંબર આવતો ન હોઇ LCBને શંકા ગઇ હતી. જેથી ટીમે તાત્કાલિક નજીકથી પંચો બોલાવી ત્રણેયને કારમાંથી નીચે ઉતારી નામઠામ પુછતાં સમગ્ર ભાંડો ફુટ્યો હતો.

હડકંપ@મહેસાણા: શંકાસ્પદ કાર તપાસતાં નકલી પોલીસ ઝડપાઇ, 3 વિરૂધ્ધ ગુનો દાખલ
પોલીસ તરીકેના ખોટા આઇડીકાર્ડની નકલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, PSIની ઓળખ આપનાર ઇસમ પરમાર વિજય ડાહ્યાભાઇ હોવાનું ખુલ્યું હતુ. જે બાદમાં તેની તલાશી લેતાં આઇકાર્ડ, પોલીસ અધિક્ષકની કચેરી મહેસાણાનો બદલી હુકમ મળી આવેલ છે. આ સાથે નીચે મહેસાણા એસપીની પ્રિન્ટેડ સહી પણ હોવાથી પોલીસે તે પણ જપ્ત કર્યુ હતુ. આ સાથે અન્ય કોન્સ્ટેબલની ઓળખ આપનારા ઇસમો અનુક્રમે મેહુલ મનુભાઇ જાદવ અને શાજીદશા અયુબશા ફકીર હોવાનું ખુલ્યું હતુ.

હડકંપ@મહેસાણા: શંકાસ્પદ કાર તપાસતાં નકલી પોલીસ ઝડપાઇ, 3 વિરૂધ્ધ ગુનો દાખલ

LCBની ટીમે આરોપીઓ પાસેથી મોબાઇલ નંગ-6 કિ.રૂ.45,000, રોકડ રકમ રૂ. 2420, આઇ ટવેન્ટી કાર કિ.રૂ. 4,00,000 મળી કુલ કિ.રૂ. 4,47,420નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે આરોપીઓને ગાઇડલાઇન મુજબ કોરોના ટેસ્ટ કરાવવા મોકલી આપી ASI દિનેશભાઇએ તમામ આરોપીઓ સામે મહેસાણા સીટી બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. આ તરફ પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 170, 171, 465, 468, 471, 120B મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. મેહુલ મનુભાઇ નાગરભાઇ જાદવ (ઉ.વ.28) રહે. ખોલવાડા રામપુરા, તા.સિધ્ધપુર, જી.પાટણ
  2. શાજીદશા અયુબશા બચુશા ફકીર (ઉ.વ.27) રહે. સિધ્ધપર નદી કિનારે, તા.સિધ્ધપુર જી.પાટણ
  3. વિજયભાઇ ડાહ્યાભાઇ પરમાર, (ઉ.વ.37) રહે. ખોલવાડા, પરમારવાસ, તા.સિધ્ધપુર, જી.પાટણ