હડકંપ@પાલનપુર: મહિલા RTO અધિકારી વતી 83,200ની લાંચ લેતા ડ્રાઇવર ઝબ્બે

અટલ સમાચાર, મહેસાણા પાલનપુર RTO અધિકારી વતી કરાર આધારિત ડ્રાઈવર આજે લાંચ લેતા ઝડપાતાં ચકચાર મચી ગઇ છે. શો રૂમમાં વેચાણ થયેલા દ્રિચકી વાહનોના ફી ફોર્મનું ઇન્ફેક્શન અને વેરીફાઈ કરવા ઇન્ચાર્જ RTO મહિલા અધિકારીએ લાંચ માંગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ના હોઈ તેમને ACB ટીમનો સંપર્ક કર્યો હતો. જેથી પાટણ ACB PIની ટીમે
 
હડકંપ@પાલનપુર: મહિલા RTO અધિકારી વતી 83,200ની લાંચ લેતા ડ્રાઇવર ઝબ્બે

અટલ સમાચાર, મહેસાણા

પાલનપુર RTO અધિકારી વતી કરાર આધારિત ડ્રાઈવર આજે લાંચ લેતા ઝડપાતાં ચકચાર મચી ગઇ છે. શો રૂમમાં વેચાણ થયેલા દ્રિચકી વાહનોના ફી ફોર્મનું ઇન્ફેક્શન અને વેરીફાઈ કરવા ઇન્ચાર્જ RTO મહિલા અધિકારીએ લાંચ માંગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ના હોઈ તેમને ACB ટીમનો સંપર્ક કર્યો હતો. જેથી પાટણ ACB PIની ટીમે વોચ ગોઠવી RTO અધિકારીના કહેવાથી લાંચ સ્વીકારતા ડ્રાયવરને ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હડકંપ@પાલનપુર: મહિલા RTO અધિકારી વતી 83,200ની લાંચ લેતા ડ્રાઇવર ઝબ્બે

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના RTO અધિકારીનો ચાર્જ હાલ દ્રષ્ટિબેન જયંતીભાઇ પટેલ પાસે છે. જિલ્લામાં દ્વીચક્રી વાહનના શો રૂમમાં વેચાણ થયેલ નવા વાહનોના રજીસ્ટ્રેશનની ફી ઓનલાઇન ભરાતી હોય છે. જોકે દ્રષ્ટિબેને ફરીયાદી પાસે પાલનપુર જીલ્લાના ફોર્મનુ ઇન્સપેક્શન તથા વેરીફાઇ કરાવવાના એક ફોર્મ દીઠ રૂ.75ની તથા પાટણ જીલ્લાના એક ફોર્મ દીઠ રૂ.100 લેખે ગત માસના વેંચાણ થયેલા વાહનના કુલ પેટે રૂ.83,200ની માંગણી કરી હતી.

હડકંપ@પાલનપુર: મહિલા RTO અધિકારી વતી 83,200ની લાંચ લેતા ડ્રાઇવર ઝબ્બે

સૂત્રોએ જણાવ્યું હતું કે, દ્રષ્ટિબેને લાંચના નાણાં કરાર આધારિત ડ્રાઇવરની નોકરી કરતા પંકજકુમાર ચૌધરીને આપી દેવાનુ કહેલ. જે બાદમાં ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા ACBએ છટકું ગોઠવ્યું હતું. આજે ACB બોર્ડર રેન્જના સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલ અને પાટણ ACB PI જે.પી.સોલંકીએ ટ્રેપ ગોઠવી દ્રષ્ટિબેનના કહ્યા મુજબ લાંચની રકમ રૂ.83,200 સ્વીકારતાં ડ્રાઈવર પંકજ ચૌધરીને ઝડપી લીધો હતો.