હડકંપ@રાપર: 2 ઇસમોએ રસ્તા વચ્ચેથી પરિણીત યુવતિને ઉઠાવી સામુહિક દુષ્કર્મ આચર્યુ

અટલ સમાચાર, ભુજ કોરોના મહામારી વચ્ચે રાપરમાં પરિણીત યુવતિ સામે 2 સગા ભાઇઓએ છરીની અણીએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. બંને હવસખોરોએ છરી બતાવી બળજબરીથી બાઇક પર બેસાડી યુવતિને ખેતરમાં લઇ ગયા હતા. જે બાદમાં ધમકાવી તેના કપડા ઉતારી નગ્ન કરી બંને ભાઇઓએ તેની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યુ હતુ. જે બાદમાં પરિણીત યુવતિએ બે
 
હડકંપ@રાપર: 2 ઇસમોએ રસ્તા વચ્ચેથી પરિણીત યુવતિને ઉઠાવી સામુહિક દુષ્કર્મ આચર્યુ

અટલ સમાચાર, ભુજ

કોરોના મહામારી વચ્ચે રાપરમાં પરિણીત યુવતિ સામે 2 સગા ભાઇઓએ છરીની અણીએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. બંને હવસખોરોએ છરી બતાવી બળજબરીથી બાઇક પર બેસાડી યુવતિને ખેતરમાં લઇ ગયા હતા. જે બાદમાં ધમકાવી તેના કપડા ઉતારી નગ્ન કરી બંને ભાઇઓએ તેની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યુ હતુ. જે બાદમાં પરિણીત યુવતિએ બે ભાઇઓ સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે અપહરણ, સામુહિક દુષ્કર્મ સહિતની કલમો સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છ જીલ્લાના રાપરમાં 25 વર્ષિય પરિણીતા તેના પિયરમાં આવી હતી. 12 દિવસ પહેલાં બપોરે નજીકમાં રહેતી બહેનના ઘરે જતી હતી ત્યારે મોટર સાયકલ પર ધસી આવેલા વલ્લભપર ગામના ભરત હોથી કોલી અને પ્રકાશ વેલા કોલી નામના યુવાનોએ તેને આંતરી લીધી હતી. પ્રકાશે છરી બતાવી અને ધમકી આપ્યા બાદ તેને બળજબરીપૂર્વક બાઈક પર બેસાડી હતી. બંને આરોપીઓ તેને ત્રંબૌ રોડ પર આવેલા એક ખેતરમાં લઈ ગયા હતા.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, યુવતિને ખેતરમાં લઇ જઇ છરી બતાવીને તેનાં વસ્ત્રો ઉતારીને નગ્ન કરીને બંનેએ વારાફરતી શારીરિક સંબધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ કોઈને કહેશે તો તને અને તારા પિતા-ભાઈઓને મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. જોકે થોડા દિવસો પૂર્વે આરોપી ભરત હોથી કોલીને ભોગ બનનાર પરિણીતાના પિતા અને ભાઈઓએ માર માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. તેનો બદલો લેવા આ કૃત્ય કર્યું હોવાનું મનાય છે.