હડકંપ@સુરત: બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડાના 1.22 કરોડના મુદ્દામાલ સાથે 12 લોકો ઝડપાયાં

અટલ સમાચાર,ડેસ્ક દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગાંધીનગર સીઆઇડીની ટીમે સુરતમાં મોટી કાર્યવાહી કરી છે. CID ક્રાઈમની ટીમે સુરતમાં રેડ કરીને બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડાનો 1.22 કરોડના મુદ્દામાલ સાથે 12 આરોપીઓની ધરપકડ કરી છે. સ્થાનિક ચર્ચાઓ મુજબ સુરતનાં મોટા વરાછા જ નહીં, પરંતુ સુરત શહેરના અન્ય સ્થળો સહિત ગુજરાતનાં અનેક શહેરનાં અનેક વિસ્તારોમાં
 
હડકંપ@સુરત: બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડાના 1.22 કરોડના મુદ્દામાલ સાથે 12 લોકો ઝડપાયાં

અટલ સમાચાર,ડેસ્ક

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગાંધીનગર સીઆઇડીની ટીમે સુરતમાં મોટી કાર્યવાહી કરી છે. CID ક્રાઈમની ટીમે સુરતમાં રેડ કરીને બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડાનો 1.22 કરોડના મુદ્દામાલ સાથે 12 આરોપીઓની ધરપકડ કરી છે. સ્થાનિક ચર્ચાઓ મુજબ સુરતનાં મોટા વરાછા જ નહીં, પરંતુ સુરત શહેરના અન્ય સ્થળો સહિત ગુજરાતનાં અનેક શહેરનાં અનેક વિસ્તારોમાં પણ આવી જ રીતે બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ કપડાં, બુટ, બેગ સહિતનો સામાન વેચવામાં આવી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને માહિતી મળી હતી કે, સુરતના મોટા વરાછા તાપી આર્કેડમાં ત્રીજા માળે આવેલ ગોડાઉનમાં હિતેશ માધવ સિહોર તથા તેના 11 ભાગીદાર મળી તેલંગાણાના તીરપુર ખાતેથી એડિડાસ, રિબોક, લિવાઈઝ, સી.કે. જેવી સ્ટાન્ડર્ડ કંપનીઓ જેવા જ લોગો તથા ડિઝાઈનનું પેકિંગ ધરાવતી ડુપ્લિકેટ ટી-શર્ટ, ટ્રેક તથા શોર્ટ વગેરે મંગાવી વેચાણ કરે છે. આથી CIDએ રેઈડ કરતાં બ્રાન્ડેડ કંપનીના સિમ્બોલ સાથેનો મુદ્દામાલ ઝડપાયો હતો.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, હરેશ સિંહોર અને તેમના મળતિયાઓની બાતમી મળતા જ CID ક્રાઈમ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં કપડાનો 1.9 કરોડના 132 પોટલાં ભરીને બનાવટી કાપડનો જથ્થો તથા રોકડા 11.51 લાખ તથા પેકિંગ કરવાના સાધનો, લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ મળી કુલ 1.22 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. CIDની ટીમે ગોડાઉનમાં હાજર 12 આરોપીઓને પકડી લઈને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.