હાહાકાર@ભુજ: નદીમાં સુરંગ બનાવી રમતાં 3 બાળકો દટાઇ જતાં મોત, પરિજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે ભુજના સરહદી વિસ્તારમાં એક ચોંકાવનારી અને કરૂણ ઘટના સામે આવી છે. જેમાં સુકી નદી આગળ સુરંગ ખોદી રમતાં ત્રણ બાળકો પર ભેખડ ધસી પડતાં તેમના મોત થયા છે. આ તરફ મોડે સાંજ સુધી બાળકો ઘરે નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ કરતાં ત્રણેયના ચપ્પલ મળી આવતાં વધુ તપાસ કરી હતી.
 
હાહાકાર@ભુજ: નદીમાં સુરંગ બનાવી રમતાં 3 બાળકો દટાઇ જતાં મોત, પરિજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે ભુજના સરહદી વિસ્તારમાં એક ચોંકાવનારી અને કરૂણ ઘટના સામે આવી છે. જેમાં સુકી નદી આગળ સુરંગ ખોદી રમતાં ત્રણ બાળકો પર ભેખડ ધસી પડતાં તેમના મોત થયા છે. આ તરફ મોડે સાંજ સુધી બાળકો ઘરે નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ કરતાં ત્રણેયના ચપ્પલ મળી આવતાં વધુ તપાસ કરી હતી. જેમાં ભેખડ નીચેથી ત્રણેયના મૃતદેહો મળતાં પરિજનોએ રોકકળ કરી મુકી હતી. જે બાદમાં ત્રણેયને દવાખાને લઇ જતાં તબીબે મૃત જાહેર કરતાં નાનકડાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના ખાવડા પાસે આવેલા ધ્રોબણા ગામ પાસે સૂકી નદીમાં ભેખડ ખોદીને ઘર-ઘર રમતા ત્રણ પિતરાઇ ભાઈઓ પર ભેખડ ધસી પડી હતી. ભેખડ નીચે દટાઇ જતાં ત્રણેય પિતરાઈ ભાઈઓના મોત નિપજ્યાંની ઘટના સામે આવ છે. ગઇકાલે સાંજના સમયે રમવા ગયેલા પિતરાઈ ભાઈઓ મોડે સુધી ઘરે ન આવતા પરિવારજનો શોધવા ગયા હતા. એ સમયે નદી પાસે ચપ્પલ જોવા મળ્યા હતા. આ તરફ રેતીના ઢગલા નીચેથી ત્રણેય બાળકોના મૃતદેહો મળ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ધ્રોબણા પાસેની હુસેની વાંઢમાં રહેતા મુનીર, કલીમ અને રજા ત્રણેય પિતરાઈ ભાઈઓ ગઇકાલ સાંજથી રમવા માટે બહાર નિકળ્યા હતા. ત્રણેય પિતરાઈ ભાઈઓ ગામની નજીક આવેલી નદી પાસે ભેખડમાં સુરંગ બનાવીને રમતા હતા. આ તરફ મોડી સાંજ સુધી બાળકો આવતા નહીં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો ત્રણેયની શોધખોળ આદરી હતી. પરિવારજનો શોધખોળ કરી રહ્યાં હતા એ સમયે ત્રણેય પિતરાઈ ભાઈઓના ચપ્પલ નદી પાસેથી મળી આવ્યા હતા અને બાજુમાં રેતીનો ઢગલો હતો. રેતીના ઢગલામાં તપાસ કરતા ત્રણેય બાળકો મળી આવ્યા હતા.

મૃતકોના નામ

  1. મુનીર કદર (ઉ.વ.13)
  2. કલીમ ઉલ્લા ભીલલાલ (ઉ.વ.16)
  3. રજા ઉલ્લા રસીદ (ઉ.વ.14)