હાહાકાર@દેશઃ ગત 24 કલાકમાં નોંધાયા 7,466 નવા કેસ, કુલ 1,65,799

અટલ સમાચાર, ડેસ્ક સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 7,466 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના નવા કેસ નોંધાવાની સાથે જ દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,65,799 થઈ ગઈ છે. ગુરુવારે કોવિડ-19થી 175 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 4,706 લોકોનાં મોત થયા છે. દેશમાં અત્યાર સુધી 89,987 પોઝિટીવ કેસ છે,
 
હાહાકાર@દેશઃ ગત 24 કલાકમાં નોંધાયા 7,466 નવા કેસ, કુલ 1,65,799

અટલ સમાચાર, ડેસ્ક

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 7,466 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના નવા કેસ નોંધાવાની સાથે જ દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,65,799 થઈ ગઈ છે. ગુરુવારે કોવિડ-19થી 175 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 4,706 લોકોનાં મોત થયા છે. દેશમાં અત્યાર સુધી 89,987 પોઝિટીવ કેસ છે, જ્યારે 71,105 દર્દી સાજા થઈને પોતાના ઘરે પરત ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં કોરોનાના ગુરુવાર સાંજ સુધીના 24 કલાકમાં નવા 367 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 15,572 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 22 દર્દીનાં મોત થયા છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલમાંથી 454 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.

અમદાવાદમાં 247, સુરતમાં 44 વડોદરામાં 33, મહીસાગરમાં 8, કચ્છમાં 7, રાજકોટમાં 7, ગાંધીનગરમાં 4, આણંદ, પંચમહાલમાં 2, ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટાઉદેપુર, ગીરસોમનાથ, જુનાગઢ, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર અને વલસાડ ખાતે 1-1 કેસ એમ રાજ્યમાં કુલ 367 નવા કેસ નોંધાયેલ છે. જેની સામે 454 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવેલ છે. આમ, હાલ રાજ્યમાં કુલ 6611 એક્ટીવ કેસ છે. જેમાં 76 વેન્ટિલેટર ઉપર છે. જ્યારે 6535 સ્ટેબલ છે.