હાહાકાર@દેશઃ અત્યારસુધીમાં 98,678 દર્દીઓના મોત, કુલ 63.12 લાખ કેસ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા મામલે ભારત હાલ બીજા સ્થાને છે. રોજ અંદાજિત 80 હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે જ્યારે એક હજારથી વધુ લોકો રોજ કોવિડ-19 સામેની જંગ હારી જતાં જીવ ગુમાવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 86,821 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.
 
હાહાકાર@દેશઃ અત્યારસુધીમાં 98,678 દર્દીઓના મોત, કુલ 63.12 લાખ કેસ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા મામલે ભારત હાલ બીજા સ્થાને છે. રોજ અંદાજિત 80 હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે જ્યારે એક હજારથી વધુ લોકો રોજ કોવિડ-19 સામેની જંગ હારી જતાં જીવ ગુમાવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 86,821 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 1,181 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 63,12,585 થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 52 લાખ 73 હજાર 202 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,40,705 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 98,678 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 30 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 7,56,19,781 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના 24 કલાકમાં 14,23,052 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં 30મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1390 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1372 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 11 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 137394 એ પહોંચી ગયો છે.