હાહાકાર@દાંતીવાડા: દોહવાના મશીનમાં શોર્ટ-સર્કિટ, એકસાથે 11 ગાયોના કરંટથી મોત

અટલ સમાચાર ડોટ કોમ, દાંતીવાડા દાંતીવાડા પંથકમાં આજે દૂધ દોહવાના મશીનમાં કરંટ લાગતાં એકસાથે 11 ગાયોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. આજે સવારે ગામમાં ખેડૂતની એકસાથે 11 ગાયોનું મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. જેમાં દૂધ દોહવાના મશીનમાં કરંટ લાગવાથી એક પછી એક 11 ગાયના મોત થતાં બનાસડેરીની ટીમ, જીઇબી, પોલીસ અને મશીન
 
હાહાકાર@દાંતીવાડા: દોહવાના મશીનમાં શોર્ટ-સર્કિટ, એકસાથે 11 ગાયોના કરંટથી મોત

અટલ સમાચાર ડોટ કોમ, દાંતીવાડા

દાંતીવાડા પંથકમાં આજે દૂધ દોહવાના મશીનમાં કરંટ લાગતાં એકસાથે 11 ગાયોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. આજે સવારે ગામમાં ખેડૂતની એકસાથે 11 ગાયોનું મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. જેમાં દૂધ દોહવાના મશીનમાં કરંટ લાગવાથી એક પછી એક 11 ગાયના મોત થતાં બનાસડેરીની ટીમ, જીઇબી, પોલીસ અને મશીન કંપનીના અધિકારીઓ ગામમાં દોડી આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાહાકાર@દાંતીવાડા: દોહવાના મશીનમાં શોર્ટ-સર્કિટ, એકસાથે 11 ગાયોના કરંટથી મોત

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા તાલુકાના કોટડા ભાખર ગામે આજે એકસાથે 11 ગાયોના મોત થયા છે. ગામના પશુપાલક રામસુંગભાઈએ ગાયોને દોહવા માટે મશીનનો ઉપયોગ કરે છે. આ દરમ્યાન આજે અચાનક મશીનમાંથી કરંટ લાગતાં 11 ગાયોના મોત થતાં હડકંપ મચી ગયો છે. ઘટના બાદ પશુપાલકે કંપની સામે ગંભીર આક્ષેપ કર્યા હોવાનું સામે આવ્યુ છે. તેમણે કહ્યું હતુ કે, કંપનીના મશીનની બોડી શોર્ટ સર્કીટ થતાં આ ઘટના બની છે.

હાહાકાર@દાંતીવાડા: દોહવાના મશીનમાં શોર્ટ-સર્કિટ, એકસાથે 11 ગાયોના કરંટથી મોત
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, 15 લાખની કિંમતની દુધાળી ગાયોના મોતથી પશુપાલકને મોટું નુકશાન આવ્યુ છે. પશુપાલકે કંપની સામે કાર્યવાહીની માંગ કરી ગંભીર આક્ષેપો કર્યા છે. સ્થાનિક ચર્ચા મુજબ મશીનમાં શોર્ટ સર્કિટ થતાં કરંટ લાગ્યું હોવાનું સામે આવતા બનાસડેરીની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ તરફ કરંટથી 11 ગાયોના મોતની વાત વાયુવેગે પંથકમાં ફેલાઇ જતાં જીવદયાપ્રેમીઓ શોકનો માહોલ વ્યાપી ગયો છે.