હાહાકાર@કચ્છ: પત્નિ સાથે 3 સંતાનોની હત્યા, આરોપી પતિના ધૃણાસ્પદ કૃત્યથી ફીટકાર

અટલ સમાચાર, માંડવી કોરોનાકાળ વચ્ચે કચ્છના માંડવી તાલુકાના ગામે એક યુવકે પોતાની પત્નિ અને ત્રણ બાળકોની હત્યા કરી હોવાનું સામે આવતાં હાહાકાર મચી ગયો છે. ઘરના મોભીએ જ આખા પરિવારની હત્યા કરી દેતાં પંથકમાં આરોપી પતિના ધૃણાસ્પદ કૃત્યથી ફીટકાર વરસી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપી પતિ ખેતમજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવતો હોવાનું સામે આવ્યુ
 
હાહાકાર@કચ્છ: પત્નિ સાથે 3 સંતાનોની હત્યા, આરોપી પતિના ધૃણાસ્પદ કૃત્યથી ફીટકાર

અટલ સમાચાર, માંડવી

કોરોનાકાળ વચ્ચે કચ્છના માંડવી તાલુકાના ગામે એક યુવકે પોતાની પત્નિ અને ત્રણ બાળકોની હત્યા કરી હોવાનું સામે આવતાં હાહાકાર મચી ગયો છે. ઘરના મોભીએ જ આખા પરિવારની હત્યા કરી દેતાં પંથકમાં આરોપી પતિના ધૃણાસ્પદ કૃત્યથી ફીટકાર વરસી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપી પતિ ખેતમજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવતો હોવાનું સામે આવ્યુ છે. આરોપીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ત્રણેય પુત્રીઓને મોતને ઘાટ ઉતારી પત્નિને ઝેરી દવા પીવડાવી હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના જખણીયા ગામે ઘરના મોભીએ જ પત્નિ અને ત્રણ સંતાનોની હત્યા કરી નાંખતાં ખળભળાટ મચી ગયો છે. આરોપી જખુભાઈ ઉર્ફે શીવાજી પાચાણે કોઇ કારણસર ત્રણ દીકરીઓને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને પતાવી દીધી હતી. આ પહેલા તેની પત્નીને બળજબરીથી ઝેરી દવા પીવડાવી દીધી હતી. ગામ લોકોને આ અંગે માહિતી મળતા તેમણે આરોપીની પત્નીને સારવાર માટે હૉસ્પિટલ ખસેડી હતી. જે બાદમાં આરોપીએ તેની ત્રણ દીકરીઓને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ આરોપી જંગલ વિસ્તારમાં ફરાર થઈ ગયો હતો. શા માટે હત્યા કરવામાં આવી છે તેના વિશે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

હાહાકાર@કચ્છ: પત્નિ સાથે 3 સંતાનોની હત્યા, આરોપી પતિના ધૃણાસ્પદ કૃત્યથી ફીટકાર

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આરોપીએ આવું પગલું આર્થિક સંકડામણ કે પછી માનસિક બીમારીને કારણે આવું પગલું ભર્યું છે તે અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે. આ તરફ સ્થાનિકો તરફથી એવી પણ માહિતી મળી છે કે, આરોપીની બે નાની દીકરીઓનો યોગ્ય શારીરિક વિકાસ થયો ન હતો. આ વાતને લઈને આરોપી ખૂબ પરેશાન રહેતો હતો. જોકે, પરિવારના ચાર સભ્યોની શા માટે હત્યા કરી નાખી તેનું સાચું કારણ આરોપી પકડાયા બાદ જ માલુમ પડશે. હાલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે.

મૃતકોનાં નામ:

  1. ભાવનાબેન (ઉ.વ. 32. આરોપીની પત્ની)
  2. ધુપ્તી બેન (ઉ.વ.10) (દીકરી)
  3. કિંજલબેન (ઉં.વ. 5) (દીકરી)
  4. ધર્મિષ્ઠાબેન (ઉ.વ. 2) (દીકરી)