હાહાકાર@મહેસાણા: વીજપોલની કામગીરી વચ્ચે કરંટથી યુવકનું મોત, કર્મચારી સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે મહેસાણા તાલુકાના ગામે વીજપોલની કામગીરી દરમ્યાન બે વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત અને એક વ્યક્તિની સારવાર ચાલુ હોવાનું સામે આવ્યુ છે. ફરીયાદીએ સમગ્ર ઘટનામાં આસીસ્ટન્ટ વાયરમેનની ગંભીર બેદરકારી હોવાનુ માની તેમની સામે સાંથલ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે. બુધવારે સવારે ગામમાં
 
હાહાકાર@મહેસાણા: વીજપોલની કામગીરી વચ્ચે કરંટથી યુવકનું મોત, કર્મચારી સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે મહેસાણા તાલુકાના ગામે વીજપોલની કામગીરી દરમ્યાન બે વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત અને એક વ્યક્તિની સારવાર ચાલુ હોવાનું સામે આવ્યુ છે. ફરીયાદીએ સમગ્ર ઘટનામાં આસીસ્ટન્ટ વાયરમેનની ગંભીર બેદરકારી હોવાનુ માની તેમની સામે સાંથલ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે. બુધવારે સવારે ગામમાં વીજપોલની કામગીરી દરમ્યાન ચાલુ વીજલાઇનમાંથી કરંટ આવતાં આ ઘટના બની હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના જોટાણા સબ ડીવીઝનના મેમદપુર ગામે વીજપોલની કામગીરી દરમ્યાન બે લોકોને વીજ કરંટ લાગ્યો હતો. મહેસાણા તાલુકાના લીંચના મથુરજી ઠાકોર તુષાલ એન્જીનિયરીંર કોન્ટ્રાક્ટ કંપનીમાં લેબર વર્કર તરીકે કામ કરે છે. ગત તા.19 જાન્યુઆરીના રોજ સુપરવાઇઝરનો ફોન આવ્યો હતો કે, ગઇકાલે તમારે મેમદપુર નજીક ઇલેક્ટ્રીક થાંભલો તુટી ગયો હોઇ રીપેર કરી વાયર ટાઇટ કરવા જવાનું છે. જેથી 20 જાન્યુઆરીના રોજ મથુરજી, નરેશજી, સુરેશજી, ફુલાજી, નીતેષજી, વિનુજી અને કમલેશજી ઠાકોર સહિતના મેમદપુર પહોંચ્યા હતા.

આ દરમ્યાન સુપરવાઇઝરની સુચના મુજબ આસીસ્ટન્ટ વાયરમેન ઉદેસિંહ ડામોરને ફોન કર્યો હતો. જેથી તેમને મેમદપુર ગામથી એક ટ્રેક્ટર ટ્રોલી સાથે મોકલી આપતાં નવો થાંભલો મુકી મેમદપુર-જાકાસણ ગામની સીમમાં થાંભલો તુટ્યો હતો ત્યાં પહોંચ્યા હતા. આ તરફ ફરી આસીસ્ટન્ટ વાયરમેનને ફોન કરતાં તેઓએ સ્થળ પર ન આવી જોટાણા લાઇનના બે ઇલેક્ટ્રીક આસીસ્ટન્ટને મોકલી આપ્યા હતા. જે બાદમાં ઉદેસિંહે વીજ લાઇન બંધ હોવાનું અને કામ ચાલુ કરવાનું કહેતાં લેબરોએ કામ શરૂ કર્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, લેબરવર્ક શરૂ કરતાં જ ONGC વેલથી જેનીત ડેરી તરફની વીજ લાઇન ચાલુ હોવાથી કરંટ લાગ્યો હતો. જેથી મથુરજી ઠાકોરના હાથમાંથી વાયર છુટી ગયો પરંતુ નરેશજી અને સુરેશજીના હાથમાંથી વાયર છુટ્યો ન હતો. થોડીવાર પછી બંને થાંભલા પરથી નીચે પટકાતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં નરેશજીનું સારવાર વચ્ચે મોત થયુ હતુ. તો સુરેશજી અર્ધ બેભાન હાલતમાં લાયન્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું ફરીયાદમાં લખાવ્યું છે. ઘટનાને લઇ મથુરજી ઠાકોરે આસીસ્ટન્ટ વાયરમેન સામે સાંથલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 304 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીનું નામ

  • ઉદેસિંગભાઇ વેરસીંગભાઇ ડામોર, ગામ-અંબાસણ, તા.જી.મહેસાણા