હાહાકાર@રાજસ્થાન: જાનૈયાઓથી ભરેલી બસ નદીમાં ખાબકતાં 24નાં મોત

અટલ સમાચાર,ડેસ્ક રાજસ્થાનના બૂંદી જિલ્લામાં બુધવાર સવારે મુસાફરોથી ભરેલી એક બસ મેજ નદીમાં ખાબકી હતી. આગળનું ટાયર નીકળી ગયા બાદ બસ અનિયંત્રિત થઈ જતા અકસ્માતનો ભોગ બની છે. લાખેરી પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધી 24 લોકોનાં મોત થવાની પુષ્ટિ થઈ છે અને લગભગ એક ડઝનથી વધુ લોકોને નદીમાંથી રેસ્કયૂ કરવામાં આવ્યા છે.
 
હાહાકાર@રાજસ્થાન: જાનૈયાઓથી ભરેલી બસ નદીમાં ખાબકતાં 24નાં મોત

અટલ સમાચાર,ડેસ્ક

રાજસ્થાનના બૂંદી જિલ્લામાં બુધવાર સવારે મુસાફરોથી ભરેલી એક બસ મેજ નદીમાં ખાબકી હતી. આગળનું ટાયર નીકળી ગયા બાદ બસ અનિયંત્રિત થઈ જતા અકસ્માતનો ભોગ બની છે. લાખેરી પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધી 24 લોકોનાં મોત થવાની પુષ્ટિ થઈ છે અને લગભગ એક ડઝનથી વધુ લોકોને નદીમાંથી રેસ્કયૂ કરવામાં આવ્યા છે. મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે.

હાહાકાર@રાજસ્થાન: જાનૈયાઓથી ભરેલી બસ નદીમાં ખાબકતાં 24નાં મોત

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાહાકાર@રાજસ્થાન: જાનૈયાઓથી ભરેલી બસ નદીમાં ખાબકતાં 24નાં મોત

રાજસ્થાનના કોટાના દાદીબાડીથી એક પરિવારના લોકો લગ્ન સમારોહમાં સામેલ થવા સવાઈ માધોપુર જઈ રહ્યા હતા અને રસ્તામાં આ દુર્ઘટના સર્જાઈ હતી.. પાપડી ગામની પાસે કોટા-લાલસોટા મેગા હાઈવે પર બસ અનિયંત્રિત થઈને નદીમાં ખાબકી હતી. બસમાં કોટાના મુરારીલાલ ધોબી પોતાના પરિવારની સાથે સવાઈ માધોપુર જઈ રહ્યા હતા. ત્યાં તેમની ભાણીના લગ્ન હતા અને તેઓ મામેરું લઈને પરિજનો અને નજીકના સંબંધીઓની સાથે જઈ રહ્યા હતા.

હાહાકાર@રાજસ્થાન: જાનૈયાઓથી ભરેલી બસ નદીમાં ખાબકતાં 24નાં મોત

સમગ્ર મામલે બૂંદીના જિલ્લા કલેક્ટર અંતરસિંહ નેહરાએ જણાવ્યું કે લગ્ન સમારોહમાં સામેલ થવા લોકો બસમાં સવાર થઈને સવાઈ માધોપુર જઈ રહ્યા હતા. બસ નદીમાં ખાબક્યા બાદ એનડીઆરએફની ટીમ બચાવ તથા રાહત કાર્યમાં લાગી ગઈ છે. અત્યાર સુધી 12-13 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને બસમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.