હાહાકાર@ઉ.ગુ: કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધતાં 3 જીલ્લામાં અધધધ…. 311 કેસ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લામાં આજે કોરોનાનો અત્યાર સુધીનો મહાવિસ્ફોટ થયો હોય તેમ 311 કેસ નોંધાતાં હડકંપ મચી ગયો છે. આજે મહેસાણા જીલ્લામાં સૌપ્રથમવાર એકસાથે 103 કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. આ સાથે બનાસકાંઠા જીલ્લામાં ખુદ સીડીએચઓ(મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી) સહિત 74 નોંધાયા છે. આ તરફ પાટણ જીલ્લામાં પણ
 
હાહાકાર@ઉ.ગુ: કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધતાં 3 જીલ્લામાં અધધધ…. 311 કેસ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લામાં આજે કોરોનાનો અત્યાર સુધીનો મહાવિસ્ફોટ થયો હોય તેમ 311 કેસ નોંધાતાં હડકંપ મચી ગયો છે. આજે મહેસાણા જીલ્લામાં સૌપ્રથમવાર એકસાથે 103 કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. આ સાથે બનાસકાંઠા જીલ્લામાં ખુદ સીડીએચઓ(મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી) સહિત 74 નોંધાયા છે. આ તરફ પાટણ જીલ્લામાં પણ 134 કેસ સાથે કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયાનું સ્પષ્ટ થયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં સૌપ્રથમ 103 કેસ

હાહાકાર@ઉ.ગુ: કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધતાં 3 જીલ્લામાં અધધધ…. 311 કેસ

મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયુ હોય તેમ આજે સૌપ્રથમવાર 103 કેસ નોંધાતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મહેસાણા જીલ્લાના શહેરી વિસ્તારોમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યુ હોય તેમ આજે 67 કેસ સામે આવ્યા છે.

હાહાકાર@ઉ.ગુ: કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધતાં 3 જીલ્લામાં અધધધ…. 311 કેસ

આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં નવા 36 કેસ નોંધાયા છે. જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા કોવિડી ગાઇડલાઇન લગત દર્દીના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી ક્વોરેન્ટાઇન કરવા કવાયત હાથ ધરી છે.

હાહાકાર@ઉ.ગુ: કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધતાં 3 જીલ્લામાં અધધધ…. 311 કેસ

પાટણ જીલ્લામાં પણ 134 કેસ સાથે કોરોના વિસ્ફોટ

હાહાકાર@ઉ.ગુ: કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધતાં 3 જીલ્લામાં અધધધ…. 311 કેસ

પાટણ જીલ્લા સતત બે-ત્રણ દિવસની 100 ઉપર કોરોના કેસો આવી રહ્યા હોઇ આજે પણ ત્રણ આંકડામાં કેસો નોંધાયા છે. પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના 134 કેસ નોંધાયા છે. આજે સૌથી વધુ કેસ પાટણ શહેરમાં 47 કેસ સાથે કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે.

હાહાકાર@ઉ.ગુ: કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધતાં 3 જીલ્લામાં અધધધ…. 311 કેસ

જેથી શહેરી વિસ્તારમાં સંક્રમણ કાબૂ બહાર ગયાનું સ્પષ્ટ થયુ છે. આ સાથે જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ હોઇ મહોલ્લાંઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે. આજના કેસો મળી જીલ્લામાં અત્યાર સુધીનો કુલ આંક અધધધ… 5331 પહોંચ્યો છે.

હાહાકાર@ઉ.ગુ: કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધતાં 3 જીલ્લામાં અધધધ…. 311 કેસ

બનાસકાંઠા જીલ્લામાં કોરોનાના નવા 74 કેસ

બનાસકાંઠામાં આજે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સહિત નવા 74 લોકો પોઝિટીવ જાહેર થયા છે. આજે નોંધાયેલા કેસો પૈકી સૌથી વધુ કેસ પાલનપુરમાં 46 દર્દી નોંધાયા છે. આ સાથે ડીસામા 27 કેસ અને કાંકરેજ તાલુકામાં 1 પોઝીટીવ કેસ મળી જીલ્લામાં 74 નવા કેસો નોંધાયા છે. હાલની સ્થિતિ બનાસકાંઠા જીલ્લામાં આજના કેસો સહિત એક્ટિવ કેસની સંખ્યા 399 પહોંચી હોઇ ચિંતાજનક સ્થિતી બની છે.