હડકંપ@બનાસકાંઠા: ચોખાના કટ્ટા નીચે 46 લાખનો દારૂ લઇ જતા ઝડપાયા

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જીલ્લા પોલીસે દિવાળી પહેલા અધધધ.. કહી શકાય તેટલી મોટી રકમનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. થરાદ પોલીસ સહિતના કર્મચારીઓ દ્રારા બાતમી આધારે ખોડા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી. આ દરમ્યાન પંજાબથી આવતા એક ટ્રેલરમાં ચોખાના કટ્ટાની આડમાં લઇ જવાતો 46,54,800 લાખનો વિદેશી દારૂ ઝડપાઇ ગયો હતો. આરોપી ઇસમો પંજાબ
 
હડકંપ@બનાસકાંઠા: ચોખાના કટ્ટા નીચે 46 લાખનો દારૂ લઇ જતા ઝડપાયા

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જીલ્લા પોલીસે દિવાળી પહેલા અધધધ.. કહી શકાય તેટલી મોટી રકમનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. થરાદ પોલીસ સહિતના કર્મચારીઓ દ્રારા બાતમી આધારે ખોડા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી. આ દરમ્યાન પંજાબથી આવતા એક ટ્રેલરમાં ચોખાના કટ્ટાની આડમાં લઇ જવાતો 46,54,800 લાખનો વિદેશી દારૂ ઝડપાઇ ગયો હતો. આરોપી ઇસમો પંજાબ આરટીઓ નંબરનો બનાવટી ઉપયોગ કરી ગુજરાતમાં દારૂનો મોટો લોટ ઉતારવા જતા હતા.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાની બોર્ડરોથી ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લાખોની રકમનો દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. દિવાળી તહેવારને લઇ બુટલેગરોએ એક કે તેથી વધુ સ્થળે દારૂ ઉતારવા ઓર્ડર આપ્યો હતો. આથી પંજાબ પાર્સિંગનો ખોટો ઉપયોગ કરી ખોડા ચેકપોસ્ટ પાસે મોટી સંખ્યામાં દારૂ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. આથી બનાસકાંઠા પોલીસે વોચ ગોઠવતા ચોખાના કટ્ટા નંગ 630 જેની કિ.રૂ 7,56,000 થવા જાય તેની આડમાં દારૂ ઝડપાયો હતો.

સુત્રોએ એ જણાવ્યુ હતુ કે, ટ્રેલર નંબર PB-11-CJ- 4779માં ખોટી નંબર પ્લેટ નંબર PB-11-CJ- 4311નો ઉપયોગ કર્યો હતો. ચોખાના કટ્ટાની નીચે દારૂ બોટલ નંગ 9156 સંતાડીને લઇ જતા ઝડપાઇ ગયા હતા. બનાસકાંઠા પોલીસે દારૂ કુલ કિમત રૂા. 46,54,800, મોબાઇલ કિ.રૂ. 500, ટ્રેલર કિ.રૂા.10,00,000 તેમજ બાસમતી ચોખાના કટ્ટા કિ.રૂ 7,56,000 મળી કુલ રૂા. 64,11,300ના મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ દરમ્યાન ટ્રેલરચાલક રૂલધુસિંગ બુટાસીંગ મજબી ઉ.વ-34 શીખ રહે. પંજાબવાળાને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.