હલ્લાબોલ@ખેડૂત: સમી-શંખેશ્વર તાલુકા પ્રત્યે ઓરમાયું વર્તન, મુશ્કેલી વધી

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લાના સમી-શંખેશ્વર તાલુકાના ખેડૂતોએ આજરોજ શુક્રવારે પાટણ કલેક્ટર કચેરી ગજવી મુકી હતી. ખેડૂતો, મહિલાઓ સહિત હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે બે તાલુકાને અતિવૃષ્ટિમાં સમાવેશ કરવા કલેક્ટરને રજૂઆત કરી હતી. તે સાથે પાકવિમા અને કેનાલોની નબળી કામગીરીના પ્રશ્નો નિકાલ કરવા સરકારને લેખીતમાં આપ્યું છે. સમી-શંખેશ્વર તાલુકાના ખેડૂતો આજે પાટણ કલેક્ટર કચેરી પહોંચી
 
હલ્લાબોલ@ખેડૂત: સમી-શંખેશ્વર તાલુકા પ્રત્યે ઓરમાયું વર્તન, મુશ્કેલી વધી

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાના સમી-શંખેશ્વર તાલુકાના ખેડૂતોએ આજરોજ શુક્રવારે પાટણ કલેક્ટર કચેરી ગજવી મુકી હતી. ખેડૂતો, મહિલાઓ સહિત હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે બે તાલુકાને અતિવૃષ્ટિમાં સમાવેશ કરવા કલેક્ટરને રજૂઆત કરી હતી. તે સાથે પાકવિમા અને કેનાલોની નબળી કામગીરીના પ્રશ્નો નિકાલ કરવા સરકારને લેખીતમાં આપ્યું છે.

હલ્લાબોલ@ખેડૂત: સમી-શંખેશ્વર તાલુકા પ્રત્યે ઓરમાયું વર્તન, મુશ્કેલી વધી

સમી-શંખેશ્વર તાલુકાના ખેડૂતો આજે પાટણ કલેક્ટર કચેરી પહોંચી હલ્લાબોલ કરી મૂક્યો હતો. આ ખેડૂતોની મુખ્ય માંગણી હતી કે, સરકાર દ્વારા રાજ્યના ઘણા તાલુકાઓને અતિવૃષ્ટિ વિસ્તાર તરીકે જાહેર કરાયા છે. પરંતુ સમી-શંખેશ્વર તાલુકાનો તેમાં સમાવેશ કરાયો નથી. પાડોશમાં આવેલા દસાડા (પાટડી)તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કર્યો છે. તો તેવી જ સ્થિતિ આ બે તાલુકામાં રહી હતી. ભારે વરસાદથી પ્રભાવિત રહેલા સમી-શંખેશ્વર તાલુકાને અતિવૃષ્ટિમાં સમાવેશ કરવો જોઈએ તેવું ખેડૂતોનું કહેવું હતું.

Video:

આવેદનમાં વધુ ઉલ્લેખ કર્યા મુજબ આજે પણ કેટલાક ખેડૂતો મશીનો મુકીને પોતાના ખેતરનું પાણી ખાલી કરી રહ્યા છે. જેથી સમી-શંખેશ્વર તાલુકાને અતિવૃષ્ટિ વિસ્તાર તરીકે જાહેર કરી રાજ્ય સરકાર આર્થિક સહાય આપે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

ઉપરાંત આ બે તાલુકાને પાકવિમામાં પણ છેલ્લા ચાર વર્ષથી શોષણ થતું રહ્યું છે. તાલુકામાં આવેલી નર્મદા કેનાલોના અતિ નબળા બાંધકામને લીધે તેમાં ગાબડાં પડતા હોવાથી ખેડૂતોના ઉભા પાકને અવાર-નવાર મોટું નુકશાન થાય છે. અનેક ખેડૂતોને પાણી ઓછું મળે છે તો કેટલાકને મળતું પણ નથી. આ અંગેની રજૂઆત નર્મદા નિગમની કચેરીને કરી ચુક્યા છે. પરંતુ નિગમ દ્વારા આજદિન સુધી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવી શક્યું નથી.