હાલાકી@ખેડબ્રહ્મા: ત્રણ બેંકોના ATM બંધ હાલતમાં, શહેરીજનોને મુશ્કેલી

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા શહેરમાં રજાના દિવસે જ એટીએમ બંધ રહેતા શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઉત્તરાયણના તહેવારોને લઇ ગામડામાંથી આવતા લોકો અને શહેરીજનો ખરીદી કરતા હોય છે. ત્યારે શહેરના ત્રણ જેટલી બેંકોના એટીએમ બંધ રહેતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. રવિવારે ખેડબ્રહ્માની બજારોમાં ભારે ભીડ ઉમટ્યા બાદ લોકોને એટીએમ બંધ
 
હાલાકી@ખેડબ્રહ્મા: ત્રણ બેંકોના ATM બંધ હાલતમાં, શહેરીજનોને મુશ્કેલી

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા શહેરમાં રજાના દિવસે જ એટીએમ બંધ રહેતા શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઉત્તરાયણના તહેવારોને લઇ ગામડામાંથી આવતા લોકો અને શહેરીજનો ખરીદી કરતા હોય છે. ત્યારે શહેરના ત્રણ જેટલી બેંકોના એટીએમ બંધ રહેતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. રવિવારે ખેડબ્રહ્માની બજારોમાં ભારે ભીડ ઉમટ્યા બાદ લોકોને એટીએમ બંધ હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાલાકી@ખેડબ્રહ્મા: ત્રણ બેંકોના ATM બંધ હાલતમાં, શહેરીજનોને મુશ્કેલી

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરના બજારોમાં આવેલા ત્રણ એટીએમો બંધ હોવાનું સામે આવ્યુ છે. ઉત્તરાયણના તહેવારને લઇ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે. ખેડબ્રહ્માના શૈલેષભાઇ ચૌહાણે જણાવ્યુ હતુ કે, તેઓ બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા. પરંતુ એસ.બી.આઈ, એચ.ડી.એફ.સી. તથા દેના બેન્ક સહિતના એટીએમ બંધ હાલતમાં હોવાથી શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ગામડાથી આવતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.