હાલાકી@મહેસાણા: 800થી વધુ ખાડાનો માર્ગ નવો મંજુર છતાં અધ્ધરતાલ

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) મહેાસાણાથી બેચરાજીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોવાનું સામે આવ્યુ હતુ. જેને લઇ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બિસ્માર માર્ગમાં 800થી વધુ ખાડા હોવાથી છાશવારે ત્યાં અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવ્યા છે. જેથી સ્થાનિક ધારાસભ્ય દ્રારા છેલ્લા એક વર્ષથી મંજુર થયેલ રોડની કામગીરી શરૂ કરવામાં ન આવતા સંકલન બેઠકમાં
 
હાલાકી@મહેસાણા: 800થી વધુ ખાડાનો માર્ગ નવો મંજુર છતાં અધ્ધરતાલ

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

મહેાસાણાથી બેચરાજીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોવાનું સામે આવ્યુ હતુ. જેને લઇ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બિસ્માર માર્ગમાં 800થી વધુ ખાડા હોવાથી છાશવારે ત્યાં અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવ્યા છે. જેથી સ્થાનિક ધારાસભ્ય દ્રારા છેલ્લા એક વર્ષથી મંજુર થયેલ રોડની કામગીરી શરૂ કરવામાં ન આવતા સંકલન બેઠકમાં મુદ્દો ગરમાયો હતો.

હાલાકી@મહેસાણા: 800થી વધુ ખાડાનો માર્ગ નવો મંજુર છતાં અધ્ધરતાલ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

હાલાકી@મહેસાણા: 800થી વધુ ખાડાનો માર્ગ નવો મંજુર છતાં અધ્ધરતાલ

મહેસાણા કલેક્ટર કચેરીમાં મળેલી સંકલનની બેઠકમાં બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે માર્ગ તાત્કાલિક બનાવવા રજૂઆત કરી હતી. બલોલ-નદાસા હાઇવે એક વર્ષ અગાઉ ધારાસભ્યએ મંજુર કર્યો હતો. પરંતુ કોઇ કારણસર તે માર્ગ બનાવવાનું શરૂ નહિ થતા ધારાસભ્ય અકળાયા હતા. જેથી કલેક્ટરે માર્ગ મકાન વિભાગને તાત્કાલિક માર્ગનું સમારકામ હાથ ધરવા સુચના આપી હતી.

બેચરાજીમાં ટ્રાફીક સમસ્યાનો મુદ્દો આવ્યો

સંકલનની બેઠકમાં બહુચરાજી ટ્રાફિકના મુદ્દાએ પણ જોર પકડ્યું હતું. મંદિરે દર્શને આવતા હજારો શ્રદ્ધાળું અને મારુતિના કન્ટેનરના કારણે રવિવારે અને પૂનમે ટ્રાફિકની સમસ્યા દુર થાય તે માટે વધારાનો પોલીસ સ્ટાફ ફાળવવામાં આવે અને પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવે તેવી રજૂઆત ધારાસભ્ય ભરતજી ઠાકોરે કરી હતી.