હાલાકી@વડગામ: મુખ્ય માર્ગ અત્યંત જર્જરીત, અંબાજી મેળા દરમ્યાન ત્રાસ થશે

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી) વડગામના મુખ્ય બજારથી નીકળતો હાઇવે અનેક શહેરોને જોડતો હોઇ પદયાત્રી અને વાહનચાલકો માટે મહત્વનો છે. આ હાઇવેમાં વીજે હાઇસ્કુલથી માર્કેટયાર્ડ વચ્ચે પસાર થતા હાલાકીનો સામનો કરવો પડે છે. માત્ર એકાદ કિલોમીટરના અંતરમાં રીપેરીંગના અભાવે સ્થાનિકો માટે પરેશાની સિવાય વિકલ્પ નથી. આગામી દિવસોએ અંબાજી મેળો આવતો હોવાથી અહીંથી પસાર થતા પદયાત્રિકોને
 
હાલાકી@વડગામ: મુખ્ય માર્ગ અત્યંત જર્જરીત, અંબાજી મેળા દરમ્યાન ત્રાસ થશે

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી)

વડગામના મુખ્ય બજારથી નીકળતો હાઇવે અનેક શહેરોને જોડતો હોઇ પદયાત્રી અને વાહનચાલકો માટે મહત્વનો છે. આ હાઇવેમાં વીજે હાઇસ્કુલથી માર્કેટયાર્ડ વચ્ચે પસાર થતા હાલાકીનો સામનો કરવો પડે છે. માત્ર એકાદ કિલોમીટરના અંતરમાં રીપેરીંગના અભાવે સ્થાનિકો માટે પરેશાની સિવાય વિકલ્પ નથી. આગામી દિવસોએ અંબાજી મેળો આવતો હોવાથી અહીંથી પસાર થતા પદયાત્રિકોને પણ ત્રાસદી સહન કરવી પડી શકે છે.

બનાસકાંઠા જીલ્લાના વડગામમાં મેઇન બજારનો હાઇવે જર્જરીત હોઇ દૈનિક સમસ્યા બની છે. મુખ્ય બજારથી પસાર થતા વીજે હાઇસ્કુલ અને માર્કેટયાર્ડ ત્રણ રસ્તા વચ્ચેના સામાન્ય અંતરમાં પસાર થતા મુશ્કેલી અનુભવાય છે. બજારનો મેઇન રસ્તો છેલ્લા કેટલાય સમયથી તુટી ગયો હોવા સાથે ભોજકવાડી પાસે બનાવેલ આરસીસી રોડમાં પણ મોટા ખાડા હોવાથી પરેશાનીમાં વધારો થયો છે.

હાલાકી@વડગામ: મુખ્ય માર્ગ અત્યંત જર્જરીત, અંબાજી મેળા દરમ્યાન ત્રાસ થશે

સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે, જર્જરીત માર્ગ પરથી નજીકના શહેરોએ જવાતુ હોઇ વાહનોની ભારે અવર-જવર રહે છે. આ સાથે આગામી ભાદરવી પૂનમ દરમ્યાન અંબાજી ખાતે મેળો યોજાનાર હોવાથી પદયાત્રિકો માટે પણ ચિંતા બની છે. પદયાત્રીઓને તુટેલા માર્ગેથી પસાર થતા મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે તેવી સંભાવના જોતા સ્થાનિક શ્રધ્ધાળુઓ ઝડપથી રીપેર કરવાની માંગ કરી રહ્યાં છે.