હાલત@ઉ.ગુ: કોરોના કહેર ભયજનક, આજે 629 કેસ, લોકડાઉનની વિનંતી કરવી પડી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં કોરોના વાયરસનો કાળો કહેર સર્જાઈ ચૂક્યો છે. અગાઉ 3 જિલ્લામાં મળીને આવતાં માંડ 100-200 કેસ આજે 600નો આંકડો પાર કરી રહ્યા છે. કોરોના દર્દીઓની સંખ્યા જો આ ગતિએ વધતી રહી તો ભયજનક જણાતું જાય છે. આ તમામ બાબતો ઉપર વિચાર કરી ક્યાંક નવી હોસ્પિટલ ઉભી કરવા
 
હાલત@ઉ.ગુ: કોરોના કહેર ભયજનક, આજે 629 કેસ, લોકડાઉનની વિનંતી કરવી પડી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં કોરોના વાયરસનો કાળો કહેર સર્જાઈ ચૂક્યો છે. અગાઉ 3 જિલ્લામાં મળીને આવતાં માંડ 100-200 કેસ આજે 600નો આંકડો પાર કરી રહ્યા છે. કોરોના દર્દીઓની સંખ્યા જો આ ગતિએ વધતી રહી તો ભયજનક જણાતું જાય છે. આ તમામ બાબતો ઉપર વિચાર કરી ક્યાંક નવી હોસ્પિટલ ઉભી કરવા કે બેડ વધારવાની દોડધામ મચી છે. તો વળી પાટણ જિલ્લામાં તો તંત્રએ 7 દિવસનું સ્વયંભૂ લોકડાઉનન પાળવા વિનંતી કરવી પડી છે. પાટણ બાદ મહેસાણા અને સાથે બનાસકાંઠા જિલ્લામાં રોજ 100 ઉપર કેસ આવતાં હોસ્પિટલમાં દર્દીઓનું જાણે ટ્રાફિક જામ થતું જાય છે. સંક્રમણની ચેનલ તોડવા કે પોઝિટિવ કેસ ઘટાડવા વહીવટ તંત્ર અત્યંત જરૂરી કામ સિવાય બહાર નહિ ઉપર જોર દેવા અલગ અલગ રીતે આયોજનમાં લાગ્યું છે.

હાલત@ઉ.ગુ: કોરોના કહેર ભયજનક, આજે 629 કેસ, લોકડાઉનની વિનંતી કરવી પડી

મહેસાણા જિલ્લામાં આજે સૌપ્રથમવાર કોરોના દર્દીઓની સંખ્યા 300 વટાવી ચૂકી છે. ગામડા અને શહેર સહિત મહેસાણા જિલ્લામાં 314, પાટણ જિલ્લામાં 137 જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 178 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. રોજેરોજ કોરોના દર્દીઓની સંખ્યા હરણફાળ ગતિએ આગળ વધતાં ભયજનક સ્થિતિ ઉપર મંથન જામ્યું છે. આ તબક્કામાં પાટણ જિલ્લા કલેક્ટરે આગામી મંગળવારથી 7 દિવસ લોકડાઉન પાળવા લોકોને વિનંતી કરી છે. આ સાથે 24 કલાકમાં નવી કોવિડ હોસ્પિટલ ઉભી કરી દીધી છે. આ તરફ મહેસાણા જિલ્લામાં પણ બંધ પડેલી ખાનગી હોસ્પિટલને કોરોના માટે શરૂ કરવામાં આવી રહી છે.

હાલત@ઉ.ગુ: કોરોના કહેર ભયજનક, આજે 629 કેસ, લોકડાઉનની વિનંતી કરવી પડી

આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ રસીકરણ ઉપર જોર, સંક્રમણ ઘટાડવા જાહેરનામા અને કાળજી લેવા જન અપીલ કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના ત્રણેય જિલ્લામાં આજે એકસાથે 629 વ્યક્તિ કોરોના પોઝીટીવ આવતાં દોડધામ મચી ગઇ છે. ત્રણેય જિલ્લા તંત્ર દ્વારા સંક્રમણ રોકવા અને જે દર્દી બન્યા છે તેઓને સઘન સારવાર આપવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

હાલત@ઉ.ગુ: કોરોના કહેર ભયજનક, આજે 629 કેસ, લોકડાઉનની વિનંતી કરવી પડી
File Photo

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના દર્દીઓની સંખ્યામાં અનેક વ્યક્તિને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી છે. અટલ સમાચાર ડોટ કોમ દ્વારા પ્રસિદ્ધ રિપોર્ટ મુજબ યુવા વયના પણ અનેક દર્દી કોરોના વાયરસની ઝપટે ચડી દમ તોડી રહ્યાનું સામે આવતાં ચિંતાજનક સ્થિતિ બની છે. આથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સૌથી મોટી કવાયત હાથ ધરવામાં આવી છે.