હલ્લાબોલ@ગાંધીનગર: માંગણીઓ સામે શિક્ષકોના ધરણાં, જૂની પેન્શન મોટો મુદ્દો

અટલ સમાચાર, ગાંધીનગર સમગ્ર રાજ્યના પ્રાથમિક શિક્ષકોએ સરકાર સામે જૂની પેન્શન પ્રણાલી સહિત વિવિધ મુદ્દે મોરચો માંડ્યો છે. ગાંધીનગરમાં 10,000થી વધુ શિક્ષકોએ ધરણાં પ્રદર્શન યોજ્યા હતા. જૂની પેન્શન પ્રણાલી લાગુ કરવા શિક્ષકો છેલ્લા ઘણા સમયથી નારાજ ચાલી રહ્યા છે. જેને લઇ આજે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા શિક્ષકોએ સરકાર પર હલ્લાબોલ કર્યુ છે. અટલ સમાચાર
 
હલ્લાબોલ@ગાંધીનગર: માંગણીઓ સામે શિક્ષકોના ધરણાં, જૂની પેન્શન મોટો મુદ્દો

અટલ સમાચાર, ગાંધીનગર

સમગ્ર રાજ્યના પ્રાથમિક શિક્ષકોએ સરકાર સામે જૂની પેન્શન પ્રણાલી સહિત વિવિધ મુદ્દે મોરચો માંડ્યો છે. ગાંધીનગરમાં 10,000થી વધુ શિક્ષકોએ ધરણાં પ્રદર્શન યોજ્યા હતા. જૂની પેન્શન પ્રણાલી લાગુ કરવા શિક્ષકો છેલ્લા ઘણા સમયથી નારાજ ચાલી રહ્યા છે. જેને લઇ આજે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા શિક્ષકોએ સરકાર પર હલ્લાબોલ કર્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગરમાં આજે પ્રાથમિક શિક્ષક સંઘ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો વિવિધ મુદ્દે ધરણાં પર બેઠા છે. જેમાં જૂની પેન્શન પ્રણાલી લાગુ કરવાનો મુદ્દે પ્રથમ હરોળમાં છે. આ સાથે ગ્રેડ-પે રૂ.4200 ચાલુ રાખવા, ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર તારીખ આપવી, 7માં પગારપંચ મુજબ અન્ય ભથ્થા આપવા, બિનશૈક્ષણિક કામગીરી નહી સોંપવા, SPL રજા બાબતે સ્પષ્ટતા કરવા, 10 વર્ષના બોન્ડવાળા શિક્ષકોના બોન્ડનો સમયગાળો ઘટાડવો, HTAT વધના નિયમોમાં સંખ્યાનો રેશિયો દૂર કરવા સહિતના મુદ્દે ધરણાં પર બેઠા છે.