અમદાવાદઃ પઠાણ દંપતી પાસેથી રૂ. 29.75 લાખના ચરસના સફેદ લાડુ ઝડપાયા

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં ચરસના જથ્થા સાથે એક દંપતીની ધરપકડ કરાઈ હતી. રશીદખાન પઠાણ અને પત્ની શહેનાઝબાનુ પઠાણની 29.75 લાખના ચરસનો જથ્થા સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી હતી. રેલવે સ્ટેશન બહારથી લાડુ બનાવી પેપરમાં પેક કરી આ દંપતી ચરસનો જથ્થો લઈ જતા હતા, તે વેળાએ ઝડપાઈ ગયા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચેને બાતમી મળી
 
અમદાવાદઃ પઠાણ દંપતી પાસેથી રૂ. 29.75 લાખના ચરસના સફેદ લાડુ ઝડપાયા

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં ચરસના જથ્થા સાથે એક દંપતીની ધરપકડ કરાઈ હતી. રશીદખાન પઠાણ અને પત્ની શહેનાઝબાનુ પઠાણની 29.75 લાખના ચરસનો જથ્થા સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી હતી. રેલવે સ્ટેશન બહારથી લાડુ બનાવી પેપરમાં પેક કરી આ દંપતી ચરસનો જથ્થો લઈ જતા હતા, તે વેળાએ ઝડપાઈ ગયા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચેને બાતમી મળી હતી કે, અમદાવાદમાં એક દંપતી ચરસની હેરાફેરી કરી રહ્યું છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વોચ ગોઠવી હતી. પોલીસે ફુલપ્રુફ પ્લાનિંગ બનાવીને દંપતીને પકડવા માટે ટીમ બનાવી હતી. જે દંપતી રશીદખાન પઠાણ અને તેની પત્ની શહેનાઝબાનુ પઠાણ ચરસ લઈને જવાનું હતુ તેમની તસવીર પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પાસે હતી. તેથી જેમ આ દંપતી રેલવે સ્ટેશનની બહાર આવ્યું, તો તરત જ તેઓને પકડી લેવામાં આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોલીસે દંપતીની તપાસ કરતા તેમની પાસેથી સફેદ લાડુ મળ્યા હતા. પોલીસે સઘન તપાસ કરી તો આ લાડુ ચરસના રૂપમાં હતા. લગભગ 5950 ગ્રામનું ચરસ પકડી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી હતી. આ જથ્થો કુલ 29 લાખનો હતો. જે અન્ય રાજ્યમાંથી લાવીને અમદાવાદમાં લાવવામાં આવ્યું હતું. આ ચરસને રશીદખાન પઠાણ પોતાના વટવા ખાતેના ઘરમાં લઈ જવાનો હતો. પરંતુ તે પહેલા જ પોલીસે તેને પકડી લીધું હતું. આ દંપતી પાસે એક નાનકડી બાળકી પણ હતી. જ્યારે પોલીસે બાળકી વિશે પૂછ્યું તો ચોંકાવનારી માહિતી મળી કે, દંપતી પોલીસ સામે પકડાઈ ન જાય અથવા શંકાસ્પદ ન લાગે તે માટે બાળકીને પોતાની સાથે રાખતા હતા.