આંનદો@દેશ: IRCTCની રક્ષાબંધને ભેટ, મહિલાઓને આ ટ્રેનમાં મુસાફરી પર મળશે ખાસ ઓફરનો લાભ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભારતીય રેલવેએ રક્ષાબંધનના શુભ પ્રસંગે ગ્રાહકો માટે ખાસ ઓફર રજૂ કરી છે. રેલવેની સહયોગી કંપની ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને રક્ષાબંધન પ્રસંગે મહિલા મુસાફરો માટે ખાસ કેશ બેક ઓફર ઓફર કરી છે. આ અંતર્ગત મહિલા મુસાફરોને ભાડામાં ડિસ્કાઉન્ટ મળશે, જે તેમને કેશબેકના રૂપમાં મળશે. આ કેશબેક ઓફર લખનૌ-દિલ્હી અને
 
આંનદો@દેશ: IRCTCની રક્ષાબંધને ભેટ, મહિલાઓને આ ટ્રેનમાં મુસાફરી પર મળશે ખાસ ઓફરનો લાભ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતીય રેલવેએ રક્ષાબંધનના શુભ પ્રસંગે ગ્રાહકો માટે ખાસ ઓફર રજૂ કરી છે. રેલવેની સહયોગી કંપની ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને રક્ષાબંધન પ્રસંગે મહિલા મુસાફરો માટે ખાસ કેશ બેક ઓફર ઓફર કરી છે. આ અંતર્ગત મહિલા મુસાફરોને ભાડામાં ડિસ્કાઉન્ટ મળશે, જે તેમને કેશબેકના રૂપમાં મળશે. આ કેશબેક ઓફર લખનૌ-દિલ્હી અને અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેનની મહિલા મુસાફરોને આપવામાં આવશે. IRCTC આગામી તહેવારોમાં પ્રીમિયમ ટ્રેનોના મુસાફરો માટે વધુ આકર્ષક યાત્રા ઓફર લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

IRCTC મુજબ 15 ઓગસ્ટથી 24 ઓગસ્ટ, 2021ની વચ્ચે રક્ષાબંધન પ્રસંગે બે પ્રીમિયમ ટ્રેન ‘તેજસ’ માં મુસાફરી કરતી તમામ મહિલા મુસાફરોને ટ્રેન ભાડામાં 5% ની વિશેષ કેશબેક ઓફર શરૂ કરવામાં આવી છે. કેશબેક ઓફર ફક્ત આપેલ સમયગાળા દરમ્યાન કરવામાં આવેલી યાત્રાઓ માટે લાગુ પડશે. આ સમયગાળા દરમ્યાન મહિલાઓ ગમે તેટલી વખત મુસાફરી કરી શકે છે. દર વખતે કેશબેક ઓફર હેઠળના ભાડામાં ડિસ્કાઉન્ટ તે જ ખાતામાં જમા કરવામાં આવશે જ્યાંથી ટિકિટ બુક કરવામાં આવી છે. કેશબેક ઓફર મહિલા મુસાફરો માટે પણ લાગુ પડશે જેમણે આ મુસાફરીના સમયગાળા માટે ટિકિટ બુક કરાવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તેજસ એક્સપ્રેસ લખનઉ-દિલ્હી-લખનઉ (ટ્રેન નં. 82501/02) અને અમદાવાદ-મુંબઈ-અમદાવાદ અને (ટ્રેન નં. 82901/02) રૂટ પર ચાલી રહી છે. તમામ મુસાફરોના સ્વાસ્થ્ય અને સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને, રેલવેએ 7 ઓગસ્ટથી તેની બે પ્રીમિયમ પેસેન્જર ટ્રેનોની કામગીરી ફરી શરૂ કરી છે. IRCTC હાલમાં તેજસ ટ્રેનનું સપ્તાહમાં ચાર દિવસ એટલે કે શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે સંચાલન કરે છે.