ખુશી@ભારત: કોરોનાની વેક્સિન બનાવી, પરીક્ષણ સફળ જશે તો મોટી જીત થશે

અટલ સમાચાર,ડેસ્ક ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મળીને આ ઈનએક્ટિવેટેડ વેક્સિન તૈયાર કરી લીધી છે. તેને COVAXIN નામ આપવામાં આવ્યું છે. આ SARS-CoV-2ના એક સ્ટ્રેનથી બનાવવામાં આવી છે. અને પ્રી-ક્લિનિકલ સ્ટડીઝમાં તેના સારા પરિણામો સામે આવ્યા છે. DGCIએ તેના ફેઝ 1 અને ફેઝ 2ની હ્યૂમન ક્નિનિકલ ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી આપી
 
ખુશી@ભારત: કોરોનાની વેક્સિન બનાવી, પરીક્ષણ સફળ જશે તો મોટી જીત થશે

અટલ સમાચાર,ડેસ્ક

ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મળીને આ ઈનએક્ટિવેટેડ વેક્સિન તૈયાર કરી લીધી છે. તેને COVAXIN નામ આપવામાં આવ્યું છે. આ SARS-CoV-2ના એક સ્ટ્રેનથી બનાવવામાં આવી છે. અને પ્રી-ક્લિનિકલ સ્ટડીઝમાં તેના સારા પરિણામો સામે આવ્યા છે. DGCIએ તેના ફેઝ 1 અને ફેઝ 2ની હ્યૂમન ક્નિનિકલ ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે જે જુલાઈમાં શરૂ પણ થઈ જશે. જો પરીક્ષણ સફળ જશે તો ભારતની દુનિયામાં મોટી જીત થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસની વેક્સિન સાથેની તૈયારીઓની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણકારી આપવામાં આવી હતી. આજે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે અધિકારીઓ દ્વારા કોરોનાને લઈને ભરવામાં આવેલા પગલાની જાણકારી મેળવી હતી. પીએમ મોદીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા હતાં કે સમયસર કોરોનાની વેક્સિન બનાવવા અને તેને લોકો સુધી પહોંચાડવાની ટેક્નિકનો સંપૂર્ણપણે ઉપયોગ કરવામાં આવે.

ખુશી@ભારત: કોરોનાની વેક્સિન બનાવી, પરીક્ષણ સફળ જશે તો મોટી જીત થશે
File Photo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દેશભરમાં મોટાપાયે વેક્સિનેશન હાથ ધરવાની યોજના પણ અગાઉથી જ તૈયાર કરી લેવામાં આવે. ભારતમાં એક કોવિડ-19ની વેક્સિનની હ્યૂમન ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. જ્યારે બાકીની ત્રણ વધારે વેક્સિન વિકસીત થવાની તૈયારીમાં જ છે. જો ભારતની વેક્સિન સફળ ના રહે તોદુનિયામાં કોઈ પણ દેશ દ્વારા બનાવવામાં આવેલી વેક્સિન ભારતને જેમ બને તેમ જલદી મળે તેના પ્રયાસ ઝડપી બનાવવામાં આવ્યા છે. સરકારે વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલા, વડાપ્રધાનના પ્રિંસિપલ સાઈંટિફિક એડવાઈઝર ડૉ. કે વિજયરાઘવન અને ડિપાર્ટમેંટ ઓફ બાયોટેક્નોલોજીને તેની જવાબદારી સોંપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન ડિસ્ટ્રીબ્યૂશનને લઈને કેટલાક સિદ્ધાંત બનાવ્યા છે. સૌથી પહેલા ટીકાકરણ તેમનું જ કરવામાં આવશે જેમને વધારે ખતરો છે. આવા લોકોન્ની ઓળખ કરી લેવામાં આવી છે. જેમ કે ડોક્ટર્સ, નર્સો, હેલ્થકેર પ્રોફેશનલ્સ, નોન-મેડિકલ ફ્રંટલાઈન વર્કર્સ વગેરે. ટીકાકરણમાં કોઈ પણ પ્રકારના નિવાસ પ્રમાણ પાત્ર જેવી બાધ્યતા નહીં રહે. વેક્સિન માત્ર સસ્તી હોય તે જરૂરી નથી પણ બધા માટે સુલભ પણ હોવી જોઈએ.