લોકસભા@મહેસાણા: કોંગ્રેસ જીતી રહી હોવાનો દાવો કરતા ભાજપમાં દોડધામ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા લોકસભા બેઠકના કોંગી ઉમેદવાર માટે માણસા નજીક જંગી સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલે આઈબીનો આધાર લઈ એ.જે પટેલ જીતી રહ્યા હોવાનો દાવો કરતા ભાજપમાં દોડધામ મચી ગઇ છે. સભામાં મોટાભાગના આગેવાનોએ નરેન્દ્ર મોદી ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા. હાઈકોર્ટેના આદેશને પગલે હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડી શક્યો નથી.
 
લોકસભા@મહેસાણા: કોંગ્રેસ જીતી રહી હોવાનો દાવો કરતા ભાજપમાં દોડધામ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા લોકસભા બેઠકના કોંગી ઉમેદવાર માટે માણસા નજીક જંગી સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલે આઈબીનો આધાર લઈ એ.જે પટેલ જીતી રહ્યા હોવાનો દાવો કરતા ભાજપમાં દોડધામ મચી ગઇ છે. સભામાં મોટાભાગના આગેવાનોએ નરેન્દ્ર મોદી ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

હાઈકોર્ટેના આદેશને પગલે હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડી શક્યો નથી. જોકે કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચંડ પ્રચારમાં વ્યસ્ત બની ગયો છે. જેમાં મહેસાણા લોકસભાના ઉમેદવાર માટે માણસા અને વિજાપુર નજીક સભા ગોઠવાઈ હતી. આ દરમિયાન ભાજપના કનુ મિસ્ત્રી કોંગ્રેસમાં પરત ફર્યા હતા.લોકસભા@મહેસાણા: કોંગ્રેસ જીતી રહી હોવાનો દાવો કરતા ભાજપમાં દોડધામમોડી સાંજે આવેલા હાર્દિક પટેલે સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લઈ વાયદાના વેપાર ઉપર કટાક્ષ કર્યો હતો. આ સાથે મહેસાણાના ઉમેદવાર એ.જે પટેલ એક લાખથી વધુ લીડ સાથે જીતી રહ્યા હોવાનો દાવો કર્યો હતો. હાર્દિકે આઇબીનો રિપોર્ટ બોલતો હોવાનો આધાર લેતાં ભાજપ મુંઝવણમાં મૂકાઈ છે.