હારીજ: મનવરપુરામાં મહાત્મા ગાંધી સચિવાલય કોમ્યુનીટી હોલનું લોકાર્પણ કરાયુ

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લાના હારીજ તાલુકાના મનવરપુરા ગામ ખાતે રૂા.14.65 લાખના ખર્ચે મહાત્મા ગાંધી સચિવાલય કોમ્યુનીટી હોલ ભવનનું લોકાર્પણ શ્રમ અને રોજગાર, યાત્રાધામ વિકાસ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટના મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું. સાથે રાજયસભાના સાંસદ જુગલજી ઠાકોર અને પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગને અનુરૂપ રાજયના શ્રમ અને રોજગાર મંત્રી
 
હારીજ: મનવરપુરામાં મહાત્મા ગાંધી સચિવાલય કોમ્યુનીટી હોલનું લોકાર્પણ કરાયુ

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના મનવરપુરા ગામ ખાતે રૂા.14.65 લાખના ખર્ચે મહાત્મા ગાંધી સચિવાલય કોમ્યુનીટી હોલ ભવનનું લોકાર્પણ શ્રમ અને રોજગાર, યાત્રાધામ વિકાસ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટના મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું. સાથે રાજયસભાના સાંસદ જુગલજી ઠાકોર અને પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગને અનુરૂપ રાજયના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, રાજય સરકાર વિકાસની ગતિ તરફ આગળ વધી રહી છે. છેવાડાના ગામો સુધી વિકાસના ફળ ઉપલબ્ધ બનાવ્યા છે. ગામમાં રૂ.14.65 લાખના ખર્ચે તૈયાર થયેલ હૉલમાં ગ્રામજનોને વધુ સગવડો ઉપલબ્ધ બનશે અને સરકારી કામો ઝડપથી થશે. ગામમાં રોડના કામો, પીવાના પાણી, ખેતી માટે સિંચાઇના પાણી, આરોગ્યની સેવાઓ, શિક્ષણની સેવાઓ, રાજય સરકાર દ્વારા પુરી પાડવામાં આવી છે. વિધવા પેન્શનમાં વધારો કરી પેન્શન ચૂકવવામાં આવેલ છે. સરકારે ગામના વિકાસને પ્રાધાન્ય આપ્યુ છે.

આ કાર્યક્રમમાં સંગઠનના કેશાજી ઠાકોર, રજુજી ઠાકોર, મેહરાજી ઠાકોર, પરાગજી ઠાકોર, કાનજીભાઇ સિંધવ તેમજ તાલુકા વિકાસ અધિકારી કલ્યાનાબેન ચૌધરી, સરપંચ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.