હારીજ: માલસુંદ ગામે આશાપુરા મંદીરે ત્રિદશાબ્દી મહોત્સવ ઉજવાશે

અટલ સમાચાર,હારીજ પાટણ જીલ્લાના હારીજ નજીક આવેલ માલસુંદ ગામે આગામી 10 મે ના રોજ આશાપુરા માતાજી મંદીરના જીર્ણોધ્ધાર બાદ પુન:પ્રતિષ્ઠાના ત્રીસમાં વર્ષે ત્રિદશાબ્દી મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે ત્યારે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે હારીજ તાલુકાના માલસુંદ ખાતે આવેલ અતિપ્રાચિન આશાપુરા માતાજીના મંદીરમાં 10 મે શુક્રવારના રોજ ત્રિદશાબ્દી મહોત્સવનું આયોજન કરાયુ
 
હારીજ: માલસુંદ ગામે આશાપુરા મંદીરે ત્રિદશાબ્દી મહોત્સવ ઉજવાશે

અટલ સમાચાર,હારીજ

પાટણ જીલ્લાના હારીજ નજીક આવેલ માલસુંદ ગામે આગામી 10 મે ના રોજ આશાપુરા માતાજી મંદીરના જીર્ણોધ્ધાર બાદ પુન:પ્રતિષ્ઠાના ત્રીસમાં વર્ષે ત્રિદશાબ્દી મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે ત્યારે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે

હારીજ તાલુકાના માલસુંદ ખાતે આવેલ અતિપ્રાચિન આશાપુરા માતાજીના મંદીરમાં 10 મે શુક્રવારના રોજ ત્રિદશાબ્દી મહોત્સવનું આયોજન કરાયુ છે. સવારે નવચંડી યજ્ઞ, અભિષેક, શોભાયાત્રા, અન્નકુટ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઘ્વારા શ્રધ્ધાભકિત પુર્વક આ ત્રિદશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ માટે બ્રહ્મ સમાજના યુવાનો સહિત આખું ગામ માતાજીના પ્રસંગે હિલોળે ચડ્યું છે.

ત્રિદશાબ્દી કાર્યક્રમ અંગે માહિતી આપતાં જગદીશભાઈ જોશી અને રેવાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, દર વર્ષે આશાપુરી માતાજીનો પ્રસંગ ઉજવવામાં આવે છે. જેમાં દૂર દૂરથી વિવિધ સમાજના શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.